મગફળી નું ઉત્પાદન કરતા ખેડુતો માટે સારા સમાચાર

મગફળી નું ઉત્પાદન કરતાં ખેડુતો માટે સારા સમાચાર આપણે વર્ષો થી મગફળી ની ખેતી કરીએ છીએ......🌱🌿🥜 અને દર વર્ષે મગફળી ની છેલ્લી અવસ્થા દરમ્યાન મગફળી માં સફેદ રંગ ની ફૂગ (Sclerotium rolfsii ) થડ ના ભાગ માં અને દોડવા પર જોવા મળે છે. અને આખે આખો છોડ સુકાઈ જાય છે. અને ડોડવા બગડી જાય છે. આમ , આ ફૂગ છેલ્લી ઘડીએ આપણા મોઢા માં થી તૈયાર કોળિયો છીનવી લે છે. ☘️ આ સફેદ ફૂગ ના નિયંત્રણ માટે આપણે ઘણી મોંઘા ભાવ ની રસાયણિક દવા પણ છટકાવ કરીએ છીએ... પરંતુ તેનું કોઈ અસરકારક પરિણામ મળતું નથી આ આપણો સહુ નો અનુભવ પણ છે.🤒☹️ 🤔 તો પછી કરવું શું ❓❓❓ આ પ્રશ્ન નો એક જ સરળ જવાબ છે ... તે જવાબ એટલે #ટ્રાઇકોડર્માં_વિરીડી અથવા #ટ્રાઇકોડર્મા_હાર્જનિયમ ♻️ આ ટ્રાઇકોડર્માં એક પ્રકાર ની ફૂગ છે જે સફેદ ફૂગ ને પોતાનો ખોરાક બનાવી સફેદ ફૂગ નો ખાત્મો કરે છે. 🔖 માટે જો #સમયસર ટ્રાઇકોડર્માં નો ઉપયોગ આપણા ખેતર માં કરવા માં આવે તો સફેદ ફૂગ આવતી નથી 👉🏾 અહીંયા #સમયસર શબ્દ અતિ મહત્વ નો છે કારણ કે જો ટ્રાઇકોડર્માં મગફળી માં સફેદ ફૂગ આવે તે પહેલાં નાખી દેવા માં આવે તો જ સફેદ ફૂગ ન...