આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

તરબૂચ ની ખેતી ની વિસ્તૃત માહિતી 


હવામાન અને જમીન

તરબૂચના પાકને ગરમ અને સુકું હવામાન વધુ માફક આવે છે . તરબૂચ પાકવાના સમયે ઓછો ભેજ અને વધારે તાપમાનની જરૂરત રહે છે . સૂર્યપ્રકાશને લીધે તરબૂચમાં શર્કરાનું પ્રમાણ વધે છે . તરબુચની ખેતી બધા જ પ્રકારની જમીનમાં કરી શકાય છે . નદીના પટની રેતાળ જમીન આ પાકને વધુ માફક આવે છે .

વાવણી પ્રક્રિયા

 મધ્યમ કદના તરબૂચના ઉત્પાદન માટે ખેડૂતોમાં ઓગસ્ટા , શુગરપેક , GS૨૮૬ , શુગરક્વીન , સુમન , કિરણ વગેરે જાતે પ્રચલિત છે . ઉનાળુ સિઝન માટે જાન્યુઆરીના અંતથી માર્ચના અંત સુધીમાં વાવણી કરવી . જમીનની ફળદ્રુપતા અને પ્રતને ધ્યાને રાખી ૨૪૩ મીટરના અંતરે વાવેતર કરવું . જુદી જુદી વેરાઈટીઓ પ્રમાણે પ્રતિ હેક્ટર અઢી કિલો બિયારણની જરૂર પડે છે . હાઈબ્રીડ તરબૂચનું બિયારણ ખુબ જ મોંઘુ હોય છે . જેમાં ઘણી વખત વાવેલા બીજને જમીનમાં જ જીવાતો ખાઈ જતી હોય છે . આ માટે વાવણી પહેલા જમીનમાં ફોરેટ દવા ભેળવવી .

ખાતર વ્યવસ્થાપન

 જમીનની તૈયારી વખતે હેક્ટરદીઠ 300થી ૪૦૦ ક્વિન્ટલ સારું કોલ્હાયેલું છાણીયું ખાતર નાખવું . કૃષિ નિષ્ણાત ટી . એમ પેઢડિયા  ના જણાવ્યા પ્રમાણે તરબૂચમાં વધુ ઉત્પાદન માટે રસાયણિક ખાતરની સાથે જૈવિક ખાતરનો સમન્વય કરવો . જેમાં પાયામાં વીઘાદીઠ ૫૦ કિલો ASP ૫૦ કિલો SSP અને ૫૦ કિલો MOP 25 કિલો સમૃધ્ધ ગોલ્ડ  આપવા . આ બાદ ૭ થેલી ટ્રાઇકોમીલ ( સેન્દ્રિય ખાતર ) , ૨ કિલો ટ્રાઇકોમાઈસીલ ( કુદરતી ફૂગનાશક ) , ૨ કિલો પેસિલોમાઈસીલ અને ૫ કિલો બાયોમાઈસીલ ( માઈકોરાઈના યુક્ત ) ના મિશ્રણને જમીનમાં આપવું .

પિયત વ્યવસ્થાપન

 સાદી ધોળિયા પદ્ધતિ દ્વારા પિયત આપવાનું હોય તો દર ૮થી ૧૦ દિવસે પિયત આપવું . જયારે ટપક પદ્ધતિમાં શરૂઆતમાં પાક ઉગે ત્યાં સુધીના ૨૦ દિવસ સુધી દરરોજ અડધો કલાક પિયત આપવું . જયારે પાકના ૨૦થી ૫૦ દિવસ દરમ્યાન દરરોજ દોઢ કલાક અને પ૦ દિવસ બાદ પાક તૈયાર થાય ત્યાં સુધી દોઢથી અઢી કલાક પાણી આપવું .

લાલ અને કાળા મરીયા

 આ કીટકની માંદા છોડની આસપાસ ભેજવાળી જમીનમાં ઈંડા મુકે છે . ઈંડામાંથી નીકળતા કીડા છોડના મૂળ તથા થડને નુકશાન કરે છે અને જમીનને અડેલા ફળોને પણ કોરી ખાય છે . જયારે પુખ્ત કીટકો બીજપત્ર , ફૂલ અને પાનને ખાઈને નુકશાન કરે છે . આ કીટકના નિયંત્રણ માટે ક્વિનાલફોસ ભૂકી પ્રતિ હેક્ટર ૨૫ કિલો પ્રમાણે છોડ પર તેમજ જમીન પર પડે એ રીતે છાંટવી .

ફળમાખી

 ફળમાખી ગરમ વાતાવરણમાં સક્રિય થાય છે . જે ફૂલ અને ફળ બન્નેને નુકશાન કરી - પાકે છે . ફળમાખીના ઈંડામાંથી નિકળતો કીડો ફળનો ગર્ભ ખાય છે . માખી ફળની છાલ ઉપર ઈંડા મુકે ત્યારે એ જગ્યાએથી ફળમાંથી રસ ઝરવાનું શરુ થાય છે . જે જામી જતા બદામી રંગના ગુંદર જેવું દેખાય છે . જેને ‘ ટુવા ' તરીકે ઓળખવામાં આવે છે . આ કારણે ફળની ગુણવત્તા બગડે છે અને આવા ફળોના ભાવ ખેડૂતોને પૂરતા મળતા - નથી . ફળમાખીના નિયંત્રણ માટે એના નરને આકર્ષવા કયુ ભુર ધરાવતા ફળમાખી પિંજર પ્રતિ હેક્ટર ૧૦ની સંખ્યામાં મુકવા . આવા પિંજર પાકથી એક મીટર ઉંચાઈએ લટકાવવા . જયારે પુખ્ત ફળમાખીના નિયંત્રણ માટે ૧૦ લીટર પાણીમાં ૪૫૦ ગ્રામ - ગોળ ઓગળી દ્રાવણ તૈયાર કરી એને ૨૪ કલાક મૂકી રાખવું . આ બાદ આ દ્રાવણમાં - ડાયકલોરોવોસ ૫ મિલી દવા મિક્સ કરી ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે દર અઠવાડિયે એકવાર છંટકાવ કરવો . મોટા ફોરે - વેલા પર દવા પડે એ રીતે છંટકાવ કરવો . આ ઉપરાંત ઈમામેકટીન બેન્ઝોએટ દવાથી ફળ માખીનું ઝડપથી નિયંત્રણ થતું હોવાનો - સાબરકાંઠાના ખેડૂતોનો અનુભવ છે .

પાનકોરીયું 

તરબૂચમાં પાનકોરીયાનો ઉપદ્રવ જણાય તો ટ્રાઇઝોફોસ ૧૫ મિલી દવાને ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .

 યુસીયા જીવાત

 તરબૂચના પાકમાં ચુસીયા જીવાતોનો ઉપદ્રવ જણાય તો થાયમિથોક્ઝામ દવા અથવા ડાયફેંટ્યુરોન દવાનો છંટકાવ કરવો .

 સુકારો

 તરબૂચના પાકમાં સુકારાના રોગનું નિયંત્રણ કરવા માટે કોપર ઓક્સિકલોરાઈડ અથવા કાર્બનડાન્ઝીમ + મેંકોઝેબ ૨૫ ગ્રામ દવાને ૧૫ લીટર પાણીમાં ભેળવી નિતારણ વડે આપવું .

 નિંદણ અને આંતરખેડ

 તરબૂચના પાકના મૂળ ઊંડા જતા નથી . આથી નિંદણનો નાશ કરવા છીછરી આંતરખેડ કરવી , વેલા મોટા થયા બાદ ખૂરપીથી નિંદણ કરવું . મજુરોથી નિંદણ શક્ય ન હોય તો વાવણી પછી તરત પાક ઉગ્યા પહેલા પેન્ડીમિથેલીન ૧ લીટર દવાને ૨૦૦ લીટર પાણીમાં ભેળવી પ્રતિ એક એકર પ્રમાણે છંટકાવ કરવો .

કાપણી અને વેચાણ

 તરબૂચની વાવણી બાદ બેથી અઢી માસે પ્રથમ વખત કાપણી થઇ શકે છે . ફળની નીચે રહેલા લીલા રંગના ધાબા જયારે પીળા થવા લાગે ત્યાર બાદ કાપણી શરુ કરવી . કાપણી ત્રણ - ચાર દિવસના અંતરે સવારે અથવા સાંજે કરવી અને ફળને છાયામાં રાખવા . તરબૂચની ક્વોલીટી સારી હોય તો દિલ્હી વેચાણ માટે મોકલી શકાય છે . આ માટે એક બોક્સમાં ત્રણ તરબૂચ મુકવા . બોક્સનું કુલ વજન ૮થી ૯ કિલો થવું જોઈએ .

CONTACT 7046611140

WEB.           MVAAGRICOMPANY

YOUTUBE  MVA ORGANIS


















Comments

Popular posts from this blog

રાઈ ના પાક મા માત્ર એટલું ધ્યાન રાખો અને થઈ જાવ માલામાલ

ડુંગરી ની ખેતી વિશે ની વિગતવાર માહિતી