દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

જમીન અને આબોહવા               

 દાડમના પાકને શિયાળામાં ઠંડુ અને ગરમ ઉનાળુ અને સુકુ હવામાન માફક આવે છે . ફળના વિકાસ દરમ્યાન તથા ફળ પાકે ત્યારે સુકું અને સૂર્યપ્રકાશિત હવામાન હોવું આવશ્યક છે . ભેજવાળા હવામાનમાં ફળની ગુણવત્તા સારી રહેતી નથી . દાડમની ખેતી માટે ગોરાડું તેમજ કાંપવાળી જમીન માફક આવે છે . થોડા અંશે ક્ષારવાળી જમીનમાં પણ દાડમનો પાક ઉછેરી શકાય છે . આમ દક્ષિણ ગુજરાતના ભારે વરસાદવાળા વિસ્તારોને બાદ કરતા સમગ્ર રાજ્યમાં દાડમ થઇ શકે

જાતો અને સંવર્ધન

                                                                                         ગુજરાતમાં વ્યાપારીક ધોરણે ગણેશ અને ધોલકા જાતની ખેતી કરવામાં આવે છે . નવી | વિકસાવેલ જાતો પૈકી સિંદુરી , અરાકતા , મૃદુલા ખુબ પ્રચલિત થવા પામેલ છે . ભગવા એ સિંદુરી કે કેશરના નામે પણ  ઓળખાય છે . આ જાતના ફળની છાલ અને દાણાનો રંગ ભગવો છે . ફળની છાલ જાડી , ફળો સાધારણ અને મોટા છે તેમજ દાણા ચાવવામાં થોડા કડક છે . ફળની છાલ જાડી હોવાથી નિકાસ તથા લાંબા અંતરના બજાર માટે લાયક જાત છે . તેના ફળની સરેરાશ સાઇઝ ૨૫૦ - ૨૦૦ ગ્રામ હોય છે . ૧૭૦ - ૧૯૦ દિવસે ફળો તૈયાર થાય છે . દાડમનું સંવર્ધન બીજ તેમજ કલમથી થાય છે . કલમમાં કટકા કલમ , ગુટીકલમ તથા નુતન કલમ દ્વારા , થઇ શકે છે . કટકા કલમએ ખુબજ સરળ અને સસ્તી પદ્ધતિ છે . જેમાં છ મહિનાથી એક વર્ષ જૂની ડાળીની પેન્સિલથી થોડી વધુ જાડાઈ ધરાવતી અને ૯ ઇંચ લંબાઈના કટકા પસંદ કરવા . આ કટકાના નીચેના ભાગને આઈ . બી . એ . ના દ્રાવણમાં પાંચ મિનીટ પલાળવો . આ બાદ ૫૦ ટકા ગોરાડું માટી અને ૫૦ ટકા ભેજવાળા કોહવાયેલા ખાતરનું મિશ્રણ કરી તેમાં ૧૦૦ કિલો મિશ્રણ દીઠ ૧૦૦ ગ્રામ કાર્બોફ્યુરાન ભેળવવું . ૪ બાય ૬ ઈંચની પોલીથીન બેગમાં છ કાણા પાડીને આ | મિશ્રણને ભરીને તૈયાર કટકા ૨ . ૫ થી ૩ ઇંચ ઊંડા વાવવા અને એક કલાક પછી ઝાર વડે પાણી આપવું . આ બાદ દરરોજ સાંજે પાણી આપવું . કટકા કલમ લગભગ દોઢ માસે મૂળ સાથે તૈયાર થાય છે અને આ બાદ એક મહીને દોઢ ફૂટ ઉંચી કલમ વાવણી લાયક ગણાય . જ્યારે નુતન કલમ બનાવવા માટે દેશી દાડમ અથવા ધોલકા જાતના બી માંથી છોડ તૈયાર કરીને તેના ઉપર કલમ કરવામાં આવે છે . કલમો દ્વારા વાવેતર કરવાથી માતૃછોડના ગુણ જળવાઇ રહે છે તથા ફળ વહેલા મળે છે .
                                                                     7046611140

રોપણી

                                                               જમીનને ખેડ કરીને સમતળ કર્યા બાદ ૪ . ૫ મીટર બાય ૩ મીટરના અંતરે ઉનાળા દરમિયાન ૧૦૦ સે . મી . બાય ૧૦૦ સે . મી . બાય ૧૦૦ સે . મી . ના ખાડા બનાવી ૧૫ દિવસ સુધી તપાવ્યા બાદ માટી સાથે ખાડા દીઠ ૧૦ કિલો છાણિયું ખાતર તથા ૫૦ ગ્રામ ફેનવાલરેટ ( ૨ ટકા પાવડર ) ભેળવીને તેના વડે ખાડા પૂરી દેવા . જુન - જુલાઇમાં દરેક ખાડા દીઠ એક કલમની રોપણી કરવી . રોપણી કર્યા બાદ વરસાદ ન હોય તો પાણી આપવું .

ખાતર વ્યવસ્થાપન

                                                           એક વર્ષનું આયુષ્ય ધરાવતા દાડમના ઝાડને વર્ષ દરમ્યાન પ્રતિ ઝાડ ૧૦ કિલો છાણીયું ખાતર આપવું . જયારે બીજા વર્ષે ૨૦ કિલો , ત્રીજા વર્ષે 30 કિલો ચોથા વર્ષે ૪૦ કિલો અને પાંચમું વર્ષ અને એના પછીના વર્ષે પ્રતિ ઝાડ પ૦ કિલો છાણીયું ખાતર આપવું . જયારે પ્રથમ બે વર્ષ ૨૫૦ ગ્રામ નાઈટ્રોજન પ્રતિ ઝાડ , ત્રીજા અને ચોથા વર્ષે ૫૦૦ ગ્રામ નાઈટ્રોજન પ્રતિ ઝાડ અને પાંચમાં અને પછીના વર્ષે ૬૦૦ ગ્રામ નાઈટ્રોજન આપવું . આ તરફ પ્રથમ ચાર વર્ષ સુધી પ્રતિ વર્ષ ૧૨૫ ગ્રામ ફોસ્ફરસ અને ૧૨૫ ગ્રામ ફોસ્ફરસ પ્રતિ ઝાડ આપવા . જયારે પાંચમાં વર્ષે અને એના પછીના વર્ષે આ જથ્થો ૨૫૦ ગ્રામ પ્રતિ ઝાડ કરવો . રાસાયણિક ખાતરનો અડધો જથ્થો જુનમાં અને અડધો સપ્ટેમ્બર - ઓકટોબરમાં આપવો . બહાર પ્રમાણે ખાતર આપવાના સમયમાં ફેરફાર કરવો . ત્રીજા - ચોથા વર્ષથી ફાળો આવવાની શરૂઆત થાય છે . ફળાઉ ઝાડોમાં નાઈટ્રોજન બે હપ્તામાં આપવું . જેમાં પ્રથમ પિયત વખતે અને આ બાદ ૩ - ૪ અઠવાડિયા બાદ બીજો હપ્તો આપવો . ફોસ્ફરસ અને પોટાશનો સંપૂર્ણ જથ્થો એક જ હપ્તામાં પ્રથમ પિયત વખતે આપવો . ૧ . ૫ કિલો ભેજયુકત છાણિયા ખાતરમાં ૬૦ ગ્રામ ઝીંક સલ્ફટ ભેળવી ૪૫ દિવસ સુધી રાખ્યા બાદ છોડદીઠ આપવાથી સારી ગુણવત્તાવાળા ફળો મળે છે .

પિયત વ્યવસ્થાપન

.                                                     ગુજરાતમાં દાડમ હસ્ત બહારમાં લેવામાં આવે છે . તેથી દાડમના પાકને ઓકટોબરથી પાણી આપવું . પાણી આપવાનું અંતર શિયાળામાં ૧૦ - ૧૨ દિવસ રાખવું . પાણી આપવાના દિવસોનું અંતર નિયમિત ન હોય તો ઝાડ ઉપર અસર થતા ફળ ફાટવાની સમસ્યા ઉભી થાય છે . હસ્તબહારનો પાક ઉતરી ગયા બાદ એપ્રિલ , મે , જુનમાં ઝાડને પાણીની ઓછી જરૂર પડે છે .

કેળવણી અને છાંટણી

                                     દાડમના છોડ પર થડના નીચેના ભાગમાં ઘણી ડાળીઓ ફુટે છે . આ પૈકી ( સિંગલ સ્ટેમ્પ ) સુકા થડની ડાળી ૬૦ સે . મી . જેટલી વિકસવા દેવી . બાકીની ડાળીઓ કાપી નાખવી જેથી મુખ્ય થડનો વિકાસ સારો થાય છે . મૂળમાંથી નીકળતા પીલા વખતો વખત કાઢી નાખવા કારણ કે આ પીલા ફળ બેસવામાં તથા વિકાસમાં નડતરરૂપ છે . કેળવણીથી છોડને સારો આકાર આપી શકાય છે અને ઝાડની વૃદ્ધિ ઝડપી બને છે .

ફૂલ - ફળનું નિયમન

                                   ગુજરાતમાં દાડમના પાકમાં આંબેબહાર , મૃગબહાર અને હસ્તબહારમાં ફૂલ - ફળ આવે છે . આંબે બહારમાં ફળ ઉનાળા - ચોમાસામાં આવતા હોવાથી વરસાદ તેમજ તાપથી ફળ પર ડાઘા પડે છે . મૃગબહારમાં ફળનો વિકાસ ચોમાસામાં થતો હોવાથી રોગ - જીવાતનો ઉપદ્રવ વધે છે અને ફળમાં સડો જોવા મળે છે . આથી ગુજરાતમાં આંબેબહાર અને મૃગબહારમાં ફાલ લેવાનું હિતાવહ નથી . હસ્તબહારમાં ફૂલ ઓકટોબર - નવેમ્બરમાં આવે છે અને ફળ માર્ચ - એપ્રિલમાં તૈયાર થાય છે . ફળોનો વિકાસ શિયાળાની ઠંડા અને સુકા વાતાવરણમાં થતો હોવાથી રોગ - જીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે . આથી ગુજરાતમાં હસ્તબહારમાં ફાલ લેવાનું પસંદ કરાય છે . આ માટે ચોમાસાનો વરસાદ બંધ થયા બાદ પાકને પાણી આપવાનું બંધ કરવું . સપ્ટેમ્બરમાં ઝાડ ઉપર આવેલ ફૂલો તોડી પાડવા . આ બાદ સારા પ્રમાણમાં ફૂલો આવશે જેમાંથી જાન્યુઆરી - માર્ચમાં ફૂલો ઉતારવા માટે તૈયાર થશે .

રોગ નિયંત્રણ

                                                                                   ટોચથી થતો સુકારો ફુગથી થતા આ રોગમાં શરૂઆતમાં નાની કુમળી ડાળીઓ ઉપરથી સંકોચાયેલી તેમજ કાળા ટપકા જોવા મળે છે . આવા ટપકાની ફરતે તંદુરસ્ત લીલો ભાગ ઉપસેલ જોવા મળે છે . પાછળથી આવી ડાળીઓની છાલ સુકાવા માંડે છે અને ધીમે ધીમે એમાં તિરાડ પડીને ઝાડની ટોચથી સુકાવાની શરૂઆત થાય છે અને છેવટે આખું ઝાડ સુકાઈ જાય છે . આ રોગના નિયંત્રણ માટે કુમળી ડાળીઓ સુકાવા લાગે એટલે તરત જ સુકાયેલી ડાળીઓને થોડા તંદુરસ્ત ભાગ સાથે કાપીને દુર કરવી . આવા ઝાડ પર ૧૫ દિવસના અંતરે કોપર ઓક્સક્લોરાઈડ દવાનો છંટકાવ કરવો . ફળના ટપકા - ડાઇ અને કોહવારો ફગથી થતા આ રોગમાં નાના , અનિયમિત અને લીલાશ પડતા તેમજ પીળા કિનારીવાળા ડાઘ પડે છે . આ ડાઘની નીચેના | ભાગમાં આવેલ દાણા ભૂખરા રંગના થઇ જાય છે . રોગની વધુ અસરવાળા ફળ નાના રહે છે અને કોહવાઈ જાય છે . આ રોગની શરૂઆત થાય ત્યારથી શરૂ કરી ૨૦ દિવસના અંતરે ૩૦ ગ્રામ ડાયથેન એમ ૪પ અથવા ૧૦ ગ્રામ કાર્નેડાજિમ ૧૦ લીટર પાણીમાં ઓગળીને ત્રણવાર છંટકાવ કરવો . ફળનું ફાટી જવું અનિયમિત દિવસના અંતરે સિંચાઈ કરવાથી ફળો ફાટવાની શક્યતા વધારે રહે છે . આથી પાણીની ઉપલબ્ધતા મુજબ સિંચાઈના દિવસોનું અંતર સરખું રાખવું . જો જમીનમાં બોરોનની ઉણપ હોય તો પણ ફળ ફાટી શકે . જમીન ચકાસણીમાં બોરોનની ખામી જણાય તો બોરોન આપવું .

જીવાત નિયંત્રણ 

                                                                                    દાડમનું પતંગીયુ આ જીવાત દાડમના પાકને ખુબ નુકશાન કરે છે . ઈંડામાંથી નીકળતી ઈયળ કુણા વિકસતા ફળોમાં કાણા પાડીને દાણા ખાય છે . જેથી ફૂગ અને સૂક્ષ્મ જીવાણુથી ફળ કોહવાઈ જાય છે તે માંથી દુર્ગધ આવે છે અને તે ખરી પડે છે . આ જીવાતની અસરવાળા ફળ વીણી . લઇ ઈયળ સહીત તેમનો નાશ કરવો . ૧૦૦ લીટર પાણીમાં ૫૦૦ મિલી ડાયફેન્થયુરોન મિશ્ર કરી છંટકાવ કરવો . ફળ નાના હોય ત્યારે તેના પર કાગળની કોથરી ચડાવવાથી નુકશાન ઓછું થાય છે . થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઈયળ આ ઈયળ લાકડાનો ભૂકો અને જ્ઞાનનું ઝાળું બનાવી તેમાં ભરાઈ રહીને છાલ કોરી ખાય છે અને થડ અને ડાળીઓના સાંધા પર કાણા પાડે છે . જેથી ડાળીઓ ભાંગી પડે છે . ઉપદ્રવ વધારે હોય તો આખો છોડ સુકાઈ જાય છે . નિયંત્રણ માટે ઈયળે પાડેલ કાણા સાફ કરી ૧૦ લીટર પાણીમાં ૧૦ મિલી મોનોક્રોટોફોસ પ્રવાહી દરેક કાણામાં નાખી ચીકણી માટીથી કાણા બંધ કરવા . સુકાયેલી ડાળીઓની કાળજીપૂર્વક છાંટણી કરવી . પોપટ - ખિસકોલીથી થતું નુકશાન ખિસકોલી તેમજ પોપટ ( હુડા ) એ દાડમના ફળ ખાઇ જઇને અથવા તેમાં કાણાં પાડીને નુકશાન કરે છે . આવા નુકશાન પામેલા ફળોમાં સડો થતાં ફળ ખરી પડે છે . દાડમની | ખેતી માટે તેવી જમીન પસંદ કરવી જોઇએ . જયાં નજીકમાં મોટા ઝાડ ન હોય . ફળ નાના હોય ત્યારે કાગળની કોથરી ફળ પર પહેરાવી અથવા દાડમના સમગ્ર વિસ્તાર ઉપર નેટ ( જાળી ) પહેરાવી દેવી જેથી નુકશાન ઘટાડી શકાય .

ફળ ઉતારવા

                                                                          ફૂલ આવ્યા બાદ ૪ થી ૫ મહિને ફળ ઉતારવા યોગ્ય બને છે . ફળની છાલ થોડી પીળાશ પડતી થાય અને અંગુઠા વડે ટકોરો મારવાથી રણકાર થાય ત્યારે ફળ ઉતારવા . દાડમના ઝાડનો વિકાસ ખૂબ જ ઝડપી હોય છે અને છોડ દોઢથી બે વર્ષે ફળો આપતા થાય છે . શરૂઆતના ત્રણ વર્ષ સુધી ૨૦ થી ૫૦ ફળો ઝાડ દીઠ મળે છે . પછી જેમ ઝાડનો વિકાસ થાય દર વર્ષે ફળોની સંખ્યા વધતી જાય છે . અને પુખ્તવયનું ઝાડ એટલે કે પાંચ છ વર્ષનું ઝાડ ૬૦ થી ૮૦ ફળ આપે છે .
YouTube

website

7046611140

Comments

Popular posts from this blog

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140