મરચાની ખેતી મા તમે. ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવા માંગો છો?

 


જમીન અને આબોહવા

 મરચાના પાકને સામાન્ય રીતે ગોરાડું , માધ્યમ કાળી તેમજ ભાઠાની જમીન માફક આવે છે . સારી નિતારશક્તિ ધરાવતી તેમજ ફળદ્રુપ જમીનમાં વધુ ઉત્પાદન મળે છે . આ પાકને શરૂઆતના વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન વધુ અનુકુળ છે . જયારે મરચા બેસવાના તબ્બકે ઠંડુ અને સુકું હવામાન વધુ અનુકુળ છે . સામાન્ય રીતે ચોમાસામાં તેમજ શિયાળામાં આ પાક મોટા પ્રમાણમાં લેવાય છે . જ્યાં પિયતની સગવડ હોય ત્યાં બારેમાસ આ પાક લઇ શકાય છે .

જાતની પસંદગી

સામાન્ય રીતે સિતારા , જીવીસી ૧૦૧ , જીવીસી ૧૧૧ , જીવીસી ૧૨૧ , એસ ૪૯ , પૂસા જ્વાલા , સી . એચ - ૧ , સી . એચ - ૨ જેવી સુધારેલી જાતો દ્વારા સારો પાક લઇ શકાય છે .

 ધરૂઉછેર

એક હેકટરના વાવેતર માટે ૧૦૦ થી ૧૨૦ ચોરસ મીટરના ધરૂવાડિયાની જરૂરિયાત રહે છે . આ માટે ૧ ટન છાણીયું ખાતર , ૫ કિલો ડીએપી અને ૨૫૦ ગ્રામ ફોરેટ ૧૦જી દવા ધરૂવાડિયું તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવા . આ બાદ ૪ x ૧ મીટરના ક્યારા બનાવવા . એક હેક્ટર વાવેતર માટે ૧૦૦ થી ૭૦૦ ગ્રામ બીજની જરૂરિયાત રહે છે . બીજ વાવેતર બાદ હળવું પિયત આપવું . ધરુ ઉછેર દરમ્યાન પાક સંરક્ષણના પૂરતા પગલા લેવા . ધરુ જયારે ૪૦ થી ૪૫ દિવસના અને ૨૦ થી ૨૫ સેમી ઉંચાઈ ધરાવતા થાય ત્યારે ફેરરોપણી કરવી .

 ખાતર વ્યવસ્થાપન

 જમીન તૈયાર કરવી વખતે હેકટરે ૨૦ થી ૨૫ ટન છાણીયું ખાતર પાયાના ખાતર તરીકે આપવું . જયારે રાસાયણિક ખાતરોમાં પ્રતિ હેક્ટર ૧૦૦ કિલો નાઇટ્રોજન , ૫૦ કિલો ફોસ્ફરસ ૫૦ કિલો પોટાસ અને 100 કિલો સમૃદ્ધ ગોલ્ડ ની ભલામણ છે . જેમાં ૨૫ કિલો નાઈટ્રોજન ( ૧૧ કિલો યુરિયા ) અને ૫૦ કિલો ફોસ્ફરસ ( ૧૦૯ કિલો ડીએપી ) તેમજ ૫૦ કિલો પોટાસ ( ૮૫ કિલો મ્યુરેટ ઓફ પોટાસ ) ફેરરોપણી સમયે પાયાના ખાતર તરીકે આપવું . જાયે બાકી વધેલ ૭૫ કિલો નાઈટ્રોજન ( ૧૧પ કિલો યુરીયા ) ત્રણ સરખા હપ્તામાં ફેરરોપણી બાદ ૪૫ , ૭૫ અને ૧૦૫ દિવસે પૂર્તિ ખાતર તરીકે આપવું .

 આંતરખેડ અને નિંદામણ

મરચાના પાકને ફેરરોપણી બાદ ૪ થી ૫ વખત આંતરખેડ કરવી . ફૂલ આવવાની શરૂઆત થયે આંતરખેડ બંધ કરવી . આ ઉપરાંત જરૂરિયાત મુજબ નિંદામણ કરી મરચાનો પાક ચોખ્ખો રાખવો .

 પિયત વ્યવસ્થાપન

ચોમાસામાં વરસાદની ખેંચ પડે ત્યારે જરૂરીયાર મુજબ બે થી ત્રણ પિયત આપવા . ચોમાસું પૂરું થયા બાદ શિયાળામાં ૧૦ થી ૧૨ દિવસે અને ઉનાળામાં ૫ થી ૭ દિવસના અંતરે પિયત આપવું .

 ઉત્પાદનવૃદ્ધિ 

સુકા ઘાસ અથવા કાળા પ્લાસ્ટિક ( ૫૦ માઈક્રોન ) નો મલ્ચ ( આવરણ ) તરીકે ઉપયોગ કરવાથી ૧૫ થી ૨૦ ટકા ઉત્પાદન વધારી શકાય છે તેમજ પિયતની પણ બચત થાય છે . જયારે પાકની પુરતી વૃદ્ધિ થયા પછી છેલ્લી આંતરખેડ વખતે છોડના થડમાં માટી ચડાવી ઢાળિયા બનાવવા . તેમજ વિકાસ અને વૃદ્ધિ માટે જી પાવર પણ વાપરી સકાય

 ધરૂઉછેર

એક હેકટરના વાવેતર માટે ૧૦૦ થી ૧૨૦ ચોરસ મીટરના ધરૂવાડિયાની જરૂરિયાત રહે છે . આ માટે ૧ ટન છાણીયું ખાતર , ૫ કિલો ડીએપી અને ૨૫૦ ગ્રામ ફોરેટ ૧૦જી દવા ધરૂવાડિયું તૈયાર કરતી વખતે જમીનમાં ભેળવવા . આ બાદ ૪ x ૧ મીટરના ક્યારા બનાવવા . એક હેક્ટર વાવેતર માટે ૬૦૦ થી ૭૦૦ ગ્રામ બીજની જરૂરિયાત રહે છે . બીજ વાવેતર બાદ હળવું પિયત આપવું . ધરુ ઉછેર દરમ્યાન પાક સંરક્ષણના પૂરતા પગલા લેવા . ધરુ જયારે ૪૦ થી ૪૫ દિવસના અને ૨૦ થી ૨૫ સેમી ઉંચાઈ ધરાવતા થાય ત્યારે ફેરરોપણી કરવી .

 વાવેતર સમય અને ફેરરોપણી

 મરચાના ધરુ માટેનું વાવેતર સામાન્ય રીતે જુનના અંતમાં કરવામાં આવે છે . આ બાદ ૪૦ થી ૪૫ દિવસે તા . ૧૫ ઓગસ્ટની આસપાસ જયારે ઝરમર વરસાદ ચાલુ હોય ત્યારે ફેરરોપણી કરવી . વાવેતરનું અંતર ૯૦ X ૬૦ સેમી અથવા ૭૫ x ૩૦ સેમી રાખવું .

કોકડવા

આ રોગ વિષાણુંથી થાય છે અને તેનો પ્રસાર સફેદ માખી દ્વારા થાય છે . આ રોગની અસરવાળા છોડના પાન નાના અને વાંકા થઇ જાય છે . છોડ પણ નાનો અને પીળાશ પડતો રહે છે . આવા છોડ પર મરચા ઓછા બેસે છે અથવા બેસતા જ નથી . આ રોગને આવતો અટકાવવા ધરુવાડિયાની જમીન તૈયાર કરતી વખતે કર્બોફ્યુરાન ૩ - જી દાણાદાર દવા હેકટરે ૧ . ૫ કિલો સક્રિય તત્વ પ્રમાણે જમીનમાં આપવી . કોક્કવા જેવા જ લક્ષણો ઘણીવાર થ્રીપ્સ અને માઈટસ વગેરેના નુકશાનથી જોવા મળે છે . આ સંજોગોમાં ધરૂની ફેરરોપણી બાદ ૧૫ દિવસ પછીથી કાર્બોફ્યુરાન ૩ - જી જમીનમાં આપવું . આ બાદ ૧૫ દિવસના અંતરે ડાયમિથોએટ ૧૦ મિલી દવા અથવા એસીફેટ ૧૫ ગ્રામ દવાને ૧૦ લીટર પાણીમાં ભેળવી પાંચ થી છ છંટકાવ મરચાની વીણી કર્યા બાદ કરવા .

ટપકાંનો રોગ

:-આ રોગની અસરથી પાન પર કાળા ટપકાં જોવા મળે છે . જેની અસર વધતા પાન અને ત્યાર બાદ છોડના અન્ય ભાગો પણ આ રોગની અસરથી સુકાય છે . આ રોગને આવતો અટકાવવા બીજને વાવતા પહેલા પારયુક્ત દવાનો પટ આપો . આ રોગની શરૂઆત જોવા મળે કે તરત જ ૧ . ૫ ગ્રામ સ્ટ્રેપ્ટોસાઈક્લીન અને ૩૦ ગ્રામ કોપર ઓક્ઝીકલોરાઈડ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .

                      કાલવણ
 આ રોગની શરૂઆત પાણી પોચા બદામી રંગના ટપકાંથી થાય છે . જેમાં ધીમે ધીમે આખો છોડ સુકાઈ જાય છે . સામાન્ય રીતે વરસાદ બંધ થયા બાદ જયારે ઝાકળ , ઠાર વધુ પડે ત્યારે આ રોગ જોવા મળે છે . આ રોગને આવતો અટકાવવા બીજને વાવતા પહેલા પ્રતિ એક કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કેપ્ટાન દવાનો પટ આપવો . ફેરરોપણી બાદ બે મહિના પછી મેંકોઝેબ ૪૦ ગ્રામ દવા અથવા કાર્બેન્ડાઝીમ ૧૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ઓગળીને ૧૨ થી ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા .

ભૂકીછારો
આ રોગની અસરથી મરચીના પાન પર સફેદ રંગની છારી જોવા મળે છે . જેની અસર વધતા પાન ચીમળાઈને ખરી પડે છે . આ રોગની અસર જોવા મળે એટલે તરત જ કાર્બેન્ડાઝીમ ૫ ગ્રામ દ્રાવ્ય ભૂકી અથવા ટ્રાઇડીમોફ પ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . જરૂર જણાય તો ૧૦ થી ૧૨ દિવસના અંતરે બીજા છંટકાવ કરવા .
મોલોમશી તડતડીયા/થી‌‌પ્સ
 આ પ્રકારની જીવાતોને આવતી અટકાવવા માટે ફેરરોપણી વખતે જમીનમાં કાર્બોફ્યુરાન દાણાદાર દવા ૩૦ કિલો પ્રતિ હેકટર અથવા ફોરેટ દાણાદાર દવા ૧૦ કિલો પ્રતિ હેક્ટર આપવી . ઉભા પાકમાં નિયંત્રણ માટે ડાયમિથોએટ ૧૨ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . જરૂર જણાય તો ૧૦ દિવસના અંતરે બીજો છંટકાવ કરવો .
પાનકથીરી
 આ જીવાતના નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં અથવા એસીફેટ ૨૦ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .
ફળ કોરી ખાનાર ઈયળ
 આ ઈયળના નિયંત્રણ માટે કવીનાલફોસ ૨૦ મિલી દવા અથવા ડી . ડી . વી . પી ૦૫ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . ઈયળ દ્વારા નુકશાન કરેલ મરચા ઉતારી લીધા પછી દવાનો છંટકાવ કરવાથી સારી અસર થાય છે .
વીણી અને ઉત્પાદન:
- સામાન્ય રીતે મરચામાં ફેરરોપણી બાદ વીણી ૫૦ થી ૫૫ દિવસે આવે છે . મરચાની વીણી ૨૦ થી રર દિવસના સમયાંતરે કરવી . જેથી લીલા મરચાનો જરૂરી વિકાસ થાય છે . ગરમીના દિવસોમાં વીણી વચ્ચેનો સમયગાળો ઓછો કરવો . યોગ્ય માવજતના આધારે લીલા મરચાનું પ્રતિ હેક્ટર ૧૨ થી ૧૫ હજાર કિલો ઉત્પાદન લઇ શકાય છે .
વીણી પછીની માવજત:
- વીણી વખતે મરચાને ડીટા સાથે તોડવાથી આવા મરચાની જાળવણીનો સમય વધારી શકાય છે . વીણી બાદ મરચાનું ગ્રેડિંગ કરવું અને નુકશાનીવાળા મરચા અલગ કરવા . મરચાનું પેકિંગ પ્લાસ્ટિકના બોક્ષ કે બેગમાં હવાની અવરજવર થઇ શકે એ રીતે કરવું . દબાણ સાથે પેકિંગ ન કરવું . મરચા પર પાણીનો છંટકાવ ન કરવો .

Web mvaagricompany
YouTube mva organics
Contact 7046611140













Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140