કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140



જમીન અને આબોહવા
કપાસના પાકને સારા નિતારવાળી મધ્યમ કાળી ગોરાડુ તથા સાધારણ રેતાળ જમીન અનુકૂળ આવે છે. જમીનને હળ થી ઊંડી ખેડ કરી ઉનાળામાં તપવા દેવી જોઇએ કપાસના પાકને ગરમ ભેજ વળી આબોહવા અને વીણી અવસ્થાએ સૂકા અને ઠંડા હવામાન ની જરૂર પડે છે.

ખાતર વ્યવસ્થાપન
કપાસના પાકને વાવેતર પહેલાં ચાસમાં હેકટરે ૧૦ ટન સારું કોહવાયેલું છાણીયું કે કંપોસ્ટ ખાતર આપવું રાસાયણિક ખાતરના કુલ ૨૪૦ કિલો નાઈટ્રોજન ની જરૂર છે.આ માટે નાઈટ્રોજન યુક્ત ખાતર પાંચ સરખા હપ્તામાં પૂરતી ખાતર તરીકે ૩૦,૬૦,૭૫,૯૦ અને ૧૦૫ દિવસે આપવું કપાસને ફોસ્ફરસની ઓછી જરૂર છે. આથી જમીનમાં લભ્ય ફોસ્ફરસ નું પ્રમાણ ઓછું હોય તો હેકટરે ૪૦ કિલો પ્રમાણે ફોસ્ફરસ યુક્ત ખાતર આપવું ગુજરાતની જમીનમાં લભ્ય પોટશનું પ્રમાણ વધારે હોવાથી કપાસના પાકને પોટાશ આપવાની જરૂર નથી જોકે ઉભા પાકમાં ફૂલ ભમરી અવસ્થા ફૂલ બેસવાની અવસ્થા અને જીડવા વિકાસ અવસ્થાએ ૨% પોટેશિયમ નાઇટ્રેટ ના ૩ છટકાવ કરવાથી ઉત્પાદન માં વૃદ્ધિ થાય છે.

વાવેતર પ્રક્રિયા
પિયતની પૂરતી સગવડ હોય તો મે મહિનાના છેલ્લા પખવાડિયાથી જૂનના પ્રથમ અઠવાડિયા દરમિયાન કરવું આગોતરા વાવેતર થી શિયાળુ પાક લઈ શકાય છે અને રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે છે. વરસાદ આધારીત ખેતીમાં ચોમાસામાં વાવણીલાયક વરસાદ થાય ત્યારે જૂનના અંતથી જુલાઈના પ્રારંભ દરમ્યાન કરવું વાવેતર માટે ડબલ જીન(BG2) વળી જાતો પસંદ કરવી જેમાં ગુજરાત કપાસ શંકર -૬ (BG2) અને ગુજરાત શંકર -૮ (BG2) જાતો અનુકૂળ માલૂમ પડે છે. ઉગાવો સારો થાય અને ચૂસ્યા પ્રકારની જીવતો સામે રક્ષણ મળે એ માટે બિયારણ ને વાવતા પહેલાં પ્રતિ ૧ કિલો બિયારણ દીઠ ઈમીડાકલોપ્રીડ ૧૦ ગ્રામ અથવા થાઈમીથોકઞામ ૪.૮ ગ્રામ દવાનો પટ આપવો. એકોઝોબેકટર અને ફૉસ્ફેટ કલ્ચર નો પટ આપવાથી પણ ફાયદો થાય છે બિટી કપાસના બિયારણની કિંમત વધારે હોવાથી યોગ્ય અંતરે થાણીને ૪-૬ સેમી ઊંડાઈ એ વાવણી કરવી ફાયદાકારક સાબિત થયેલ છે.બિટી કપાસને ફરતે ૨૦%અથવા પાંચ લાઈન નોન બિટી નું વાવેતર કરવું .નોન બીટી નું આ વાવેતર સરક્ષણ પટ્ટી તરીકે ઉપયોગી છે.કપાસનો યોગ્ય વિકાસ થાય એ માટે વાવણીના ૧૫ દિવસ બાદ થાણા દીઠ એક તંદુરસ્ત છોડ રાખી બાકીના છોડ ઉપાડી દૂર કરી પારવની કરવી.


પિયત વ્યવસ્થાપન
વરસાદ બંધ થયા બાદ કપાસના પાકને વાનસ્પતિક વૃદ્ધિ, ફુલ ભમરી, ફુલ તેમજ જીંડવા ના વિકાસની વ્યવસ્થાએ પિયતની ખાસ જરૂર પડે છે. જોકે વધુ પડતુ પિયત નુકશાન કરે છે. ફુલ ભમરી આવવાની અવસ્થાએ વધુ પડતું પિયત આપવાથી ફુલ ભમરી ખરી પડે છે અને આ સમયે પિયતની અછત સર્જાય તો પણ ફુલ ભમરી ખરી પડે છે. ટપક પદ્ધતિ દ્વારા પિયત થી પાણીની બચતની સાથે હેકટરે ૬૦ કિલો નાઈટ્રોજન ની બચત થાય છે

પાક વૃદ્ધિકારકોની માવજત

કપાસના પાકમાં ૩૫  ૪૦ દિવસે પછી ભમરી બેસવાની અવસ્થા એ  જીવન નો છંટકાવ કરવાથી ભમરી બેસવાનું પ્રમાણ વધે છે
જીવન મેળવવા 7046611140 પર ફોન કરજો
બળીયા ટપકાનો રોગ

બીજ જન્ય આ રોગમાં પુષ્કળ પ્રમાણમાં પર બદામી ગોળ ટપકા પડે છે અને પાન સૂકાઈને ખરી જાય છે‌. નિયંત્રણ માટે ફૂગનાશક મિશ્રણ કેપ્ટન + હેકઝાકોનાઝોલ દવાના ૩ છંટકાવ રોગની શરૂઆત થાય ત્યારથી ૧૫ દિવસના અંતરે કરવા

છાશિયો / દહિયો / ભૂકી છારો

ફૂગ થી થતો આ રોગ નીચાણવાળી ભેજયુક્ત જમીનમાં દેખાય છે પરિપક્વતા પાનપર ટપકા થયા બાદ પાન છવાઈ જાય છે. નિયંત્રણ માટે કાબેૅનડાઝીમ 10 ગ્રામ દવા અથવા કોપર એકઝીકલોરાઈડ વે ટેબલ પાવડર 40 ગ્રામ 10 લીટર પાણીમાં ભેળવી ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા

ખુણીયા ટપકાં નો રોગ
રોગની તીવ્રતા વધતાં એ પાન બાદ જીંડવા પર દેખાય છે. નાના જિંડવા રોગ થી ખરી જાય છે અને ખરી નથી જતાં એ વેહલા ફાટે છે. રોગયુક્ત પાન  તેનો નાસ કરવો. સ્ટેપ્ટો સાયકલની ૧ ગ્રામ અને કોપર ઑક્સી કલોરાઇડ ૬૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છોડ ઉપર  ૨-૩ છંટકાવ કરવા.....

પાન લાલ થવા
ઑક્ટોબર માં રાત્રિ નું તાપમાન નીચુ જાય અથવા લાંબા સમય સુધી વરસાદી  પાણી જમીન માં ભરાઈ રહે ત્યારે પાન લાલ થવાની સક્યતા વધી  જાય છે. જેની અસરથી પાન ખરી પડે છે અને છોડ વેહલો પરિપક્વ થય જાય છે નિયંત્રણ માટે ૧ થી ૨ ટકા ડી. એ. પી અથવા યુરિયા નો છંટકાવ કરવો. મેગ્નેશિયમ તત્વ ની ખામી નિવારવા વાવણી પેહલા પ્રતિ હેક્ટર ૨૦-૨૫  કિલો મેગ્નેશિયમ સલ્ફેટ જમીનમાં નાખવો અથવા ૧ ટકા મેગ્નેશિયમ સલ્ફેટ નું દ્રાવણ બનાવી ૬૦ દિવસે છંટકાવ કરવો .

સુકરો
જમીનજન્ય ફુગ થી થતાં આ રોગથી છોડ સુકાય ને મરી જાય છે. નિયંત્રણ માટે કોપર ઓક્સીકલોરાઈડ ૬૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી આં દ્રાવણ ને છોડ ની આજુ બાજુ રેડવું .

મૂળ નો સડો
ગોરાડુ અને રેતાળ જમીનમાં આ રોગ નો ઉપદ્રવ વધુ રહે છે. જેમાં છોડ નાં મૂળ કોહવારાનો ભોગ બને છે. નિયંત્રણ માટે કોપર ઓક્સીકલોરાઇડ ૪૦ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી આ દ્રાવણ ને છોડ ની આજુ બાજુમાં રેડવું ....

ફૂલ ભમરી ખરી પડવી
ફૂંલ ભમરી બેસવાના સમયે જમીન માં ભેજ નું વધુ પ્રમાણ અથવા ભેજની ખેંચ પડવાથી તેમજ વાદળછાયુ વાતાવરણ કે વરસાદ થવાથી આ સમસ્યા થાય છે .નિયંત્રણ માટે નેપથેલીન એસિટીક એસિડ ૧૦ પીપીએમ સાથે ટકા ડી.એ.પી. અથવા ૨ ટાકા યુરિયા નો ૬૦ અને ૮૦ દિવસે છનકાવ કરવો.

મિલીબગ :
આ જીવાતના નિયંત્રણ માટે ટ્રાયઝોફોસ ૨૦ મિલી અથવા કલોરપાયરીફોસ ૨૫ મિલી અથવા પ્રોફેનોફોસ ૨૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . આ જીવાતના શરીર પર મીણ જેવુ આવરણ હોવાથી દવાના મિશ્રણમાં ૧૦ ગ્રામ ડીટરજન્ટ પાવડર મિશ્ર કરવાથી સારૂં પરિણામ મળે છે . દવાનો કપાસના છોડ, પાન, થડની સાથે જમીન પર પણ છંટકાવ કરવો . ઉપર જણાવેલ દવા પાવડર સ્વરૂપમાં મળે તો તેનો સિધો છંટકાવ કરવાથી સારૂં પરિણામ મળે છે .

સૂચિયા જીવાત
લીલા તળતડીયા,સફેદ માખી,થ્રિપ્સ સહિત ની જીવાતો ના ઉપદ્રવની અસર પાકના વિકાસ પર થાય છે. આ અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી કપાસ વિભાગના વડા ડો.એલ.કે.ધડુક જણાવ્યું કે.જે ખેડૂતો એ અગાઉ ગુલાબી ઈયળના કંટ્રોલ માટે જંતુનાશકોનો છનકાવ કર્યો છે તેઓને ચૂસીયા જીવાતો નું. આડકતરું નિયંત્રણ મળ્યું જ હશે.મોડા વવાવેલા કપાસમાં ચૂસીયા જીવતોના નિયંત્રણ મોલો મશી,તડતડીયા અને થ્રિપ્સ માટે ઇમિડાક્લોરપીડ અથવા ડાયમીથી યોટ અથવા થાયમીથોકઝામ અથવા એસીડામીપ્રિડ અથવા એસિફેટ જેવી દવા નો છનકાવ કરવો.ખાસ સફેદમાટે ટ્રેઝોફોસ
અને પણકીથરી માટે ડાયકોફોલ જેવી દવા નોછનકાવ કરવો આમાંથી કોઈપણ દવા સાથે બીવેરિયા બેસિયા ના અથવા નિમપ્રોડક નો ઉપયોગ કરીશકાય
તો લંબા સમય નું નિયતરણ માંડે..

ટપકા વાળી ઈયળ અને લીલી ઈયળ
ટપકાવાળી ઈયળ જુલાઈ અને ઓગસ્ટમાં ડૂંખ કોરી નુકશાન કરે છે.લિલી ઈયળ ફૂલ ભમરી અને જીંડવા કોરી ખાઈને નુકશાન કરે છે.આ બંને ઈયળના નિયંત્રણ માટે સ્પીનોસેડ ૧૦ મિલી દવા અથવા ફ્રેઝોલોન અથવા કવિનાલફોસ અથવા પ્રોફેનોફોસ દવાનો છનકાવ કરવો

ગુલાબી ઈયળ :
  આ ઈયળ શરૂઆતથી જ કળી અથવા જીંડવામાં દાખલ થઈને અંદર ના ભાગને કોરી ખાય છે. આથી ફૂલ ભમરી અવસ્થાઅે દવાનો છંટકાવ કરવો આ ઈયળ ના નિયંત્રણ માટે ડેલ્ટામેથી઼ન + ટ્રાયઝઓફોસ અથવા સાયપરમેથીન+પ્રોફેનોફોસ દવાનો છંટકાવ કરવો.

લશ્કરી ઈયળ :
લશ્કરી ઈયળના નિયંત્રણ માટે . કલોર પાયરીફોસ ૨૫.મિલી દવા અથવા મીથોમાઈલ ૧૨.૫ ગ્રામ દવા ૧૦.લિટર પાણી માં ભેળવી વહેલી સવારે છંટકાવ કરવો .


Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે