મગફળી મા સારું ઉત્પાદન લેવા આટલું કરો




સારી રીતે નિતાર શક્તિ ધરાવતી રેતાળ, ગોરાળુ તથા કાળી જમીન મગફળીને વધુ માફક આવે છે. વધુ પડતી કાળી ચિકાશાવાળી તેમજ ક્ષારવાળી જમીન માફક આવતી નથી. મગફળીની સારી વૃદ્ધિ માટે અને ડોડવા ના સારા વિકાસ માટે જમીનને પોચી અને ભરભરી બનાવવી જરૂરી છે. ટ્રેકટર અથવા હળની ખેડ કરી, કરબ મારી, આગલા પાકના જડીયાં, મૂળિયાં વગેરે વીણી જમીનને પોચી અને ભરભરી બનાવવી. જે જમીનમાં ધેણ જેવી જીવાતોનો ઉપદ્રવ થતો હોય ત્યાં ફોરેટ નામની દાણાદાર દવા હેકટર દીઠ ૨૦ કીલો પ્રમાણે જમીનમાં ચાસમાં આપવી. ઊંડી ખેડ કરવાથી થડના તેમજ કંઠના સડા જેવા રોગ આવવાની શક્યતા
ઓછી રહે છે.
ગુજરાત રાજ્યમાં મુખ્યત્વે ઉભડી, અર્ધવેલડી અને વેલડી એમ ત્રણ પ્રકારની મગફળીનું વાવેતર થાય છે. પિયત સાથે આગોતરા વાવેતરમાં મેના છેલ્લા અઠવાડિયાથી જુનના પ્રથમ અઠવાડિયા સુધી જીએયુ જી-10, જીજી-11, જીજી-13, જીજે-17 જેવી મોડી પાકતી વેલડી મગફળીનું વાવેતર કરવું. 15 થી 30 જૂન સુધીમાં વરસાદ થાય તો સમયસરના વાવેતર માટે ઉભડી થવા અર્ધ વેલડી એમ કોઇપણ પ્રકારની મગફળીની જાતનું વાવેતર કરી શકાય. છે. આ માટે અર્ધ વેલડી જીજી-20 અથવા જીજેજી-22ને પ્રાધાન્ય આપવું. જુલાઇ માસમાં થોડો વરસાદ થાય તો વહેલી
પાકની જીજી-2, જીજી-7,જીજી-9 જેવી ફકત ઉભડી જાતોનું વાવેતર કરી શકાય. દર વર્ષે એકજ જમીનમાં મગફળીનું વાવેતર કરવાથી જમીન તથા બીજજન્ય રોગો જેવા કે ઉગસુક તથા થડના કહોવારાનું પ્રમાણ
વધતું જાય છે. રોગોને અટકાવવા માટે એક કિલો બીજ દીઠ 3 થી 4 ગ્રામ થાયરમ અથવા બાવિસ્ટીન અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો પટ આપવો. બીજને સારી રીતે પટ આપવા માટે સીડ ડ્રેસર
વાપરવું. જો સીડ ડ્રેસર ન હોય તો પતરાના પીપમાં દાણા અને દવા યોગ્ય પ્રમાણમાં નાખી બરાબર હલાવી પટ આપી શકાય.


જાન્યુઆરી મહિનામાં ઠંડી ઓછી થવાની શરૂઆત થાય એટલે તરત જ ઉનાળુ મગફળીની વાવણી કરવી. જેમાં વહેલી પાકતી ઉભડી પ્રકારની જાતોનું વાવેતર
કરવું. જમીન તથા બીજજન્ય રોગો જેવા કે ઉગસુક તથા થડના કહોવારાને અટકાવવા માટે એક કિલો બીજદીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ અથવા બાવિસ્ટીન અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો પટ આપવો. રાજ્યના જે વિસ્તારોમાં ઉધઈ
અને ધણ/સફેદ મુંડાનો ઉપદ્રવ હોય ત્યાં ક્વીનાલફોસ અથવા કલોરપાયરીફોસ ૨૫ મિલી દવાનો એક કિલો બિયારણદીઠ પટઆપવો. ફૂગનાશક દવાનો પટ આપ્યા બાદ આ પટ આપવો. આ બાદ ૩-૪ કલાકમાં વાવણી કરવી.


ચોમાસા દરમિયાન વરસાદ પૂરતો અને સપ્રમાણમાં વહેંચાયેલ હોય તો મગફળીના પાકને વધારાનાં પિયત આપવાની જરૂરિયાત નથી પરંતુ ફૂલ અવસ્થા, સૂયા ઉતરવા અને ડોડવામાં દાણાના વિકાસ અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય
તો વધારાનું પિયત આપવાથી સારુ ઉત્પાદન મેળવી શકાય છે.

ઉનાળુ મગફળીમાં ઓરવાણ આપ્યા પછી વરાપ થયે વાવેતર કરવું. પિયતની સંખ્યા અને પિયત વચ્ચેનો ગાળો જમીનના પ્રકાર અને સ્થાનિક હવામાન ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે ઓરવાણ પછી ૧૧ પિયત આપવાની ભલામણ છે. સારા ઉગાવા માટે પ્રથમ પિયત વાવણી બાદ તુરત જ આપવું. વાનસ્પતિક વૃદ્ધિ પર અંકુશ રાખવા બીજું પિયત ૧૮ થી ૨૦ દિવસે આપવું. જમીનમાં સુયા બેસતી વખતે ત્રીજું અને ચોથું પિયત ૩૦ અને ૪૦ દિવસે આપવું. આ બાદ ડોડવાના વિકાસ માટે પાંચથી નવ પિયત ૭ થી ૮ દિવસના અંતરે આપવા. જયારે બાકીના બે પિયત ૮ થી ૧૦ દિવસના અંતરે કાપણી પહેલા આપવા. મગફળીની ક્રાંતિક
અવસ્થા જેવી કે ફૂલ ઉઘડવા, જમીનમાં સુયા ઉતરવા અને ડોડવાના વિકાસ થવાની અવસ્થાએ જમીનમાં પાણીની ખેંચ ન થાય એ ધ્યાન રાખવું.


મોલોમશી, તડતડીયા(લીલી પોપટી), થ્રીપ્સ અને લાલા કથીરીના નિયંત્રણ માટે પ્રોફેનોફોસ + સાયપરમેથ્રીન ૧૦ મિલી દવા અથવા ઈમીડાક્લોપ્રીડ 3 મિલી દવા ૧૦
લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ૧૫ દિવસ બાદ જરૂર જણાય તો બીજો છંટકાવ કરવો.


લોહતત્વની ઉણપ તેમજ જમીનની રેચક પરિસ્થિતિના કારણે મગફળીના પાકમાં પીળાશ જોવા મળે છે. સામાન્ય રીતે મગફળીની પીળાશ આખા ખેતરમાં એક
સરખી જોવા મળતી નથી બલકે તે છૂટક છૂટક જોવા મળે છે. લોહતત્વની ખામીવાળા મગફળીના છોડના પાનની નસો લીલી હોય અને બાકીના પાનનો ભાગ પીળો પડે છે. આવા લક્ષણો જણાય ત્યારે જમીનમાં
લોહતત્વની ઉણપ છે તેમ સમજવું. આ પ્રકારની મગફળીમાં પીળાશ દેખાય ત્યારે ૧૦૦ ગ્રામ ફેરસ સલ્ફટ (હિરાકસી)ની સાથે ૧૦ ગ્રામ સાઈટ્રીક એસીડ(લીંબુના ફૂલ)ને ૧૦ લીટર પાણીમાં ઓગાળીને મગફળીના વિકાસ અને પીળાશના પ્રમાણના આધારે
લગભગ ૫૦૦ લીટર પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરવો જરૂર જણાય તો બીજા બે છટકાવ ૮ થી ૧૦ દિવસના અંતરે કરવા. ત્યાર બાદ જી પાવર નો ઉપયોગ 
જી પાવર ના ઉપયોગથી છોડ મા રોગપ્રતિકારક
શક્તિ મા વધારો થાય છે
સિયા સારા બેસે છે અને ઉત્પાદન વધારે છે

ટીક્કા રોગના નિયંત્રણ માટે પાક ૩૦ દિવસનો થાય ત્યારે મેન્કોઝેબ ૨૦ ગ્રામ દવા અથવા કાર્બેન્ડેઝીમ ૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. આ બાદ બીજો છંટકાવ ૧૨-૧૫ દિવસે કરવો. લીમડાના પાનનું દ્રાવણ બનાવી ૩૦,૫૦ અને ૭૦ દિવસે છંટકાવ કરવાથી પણ ટીક્કાના રોગનું નિયંત્રણ કરી શકાય છે. ગેરુ રોગના નિયંત્રણ માટે પાક ૪૦ દિવસનો થાય ત્યારે ક્લોરોથેલોનીલ અથવા ટ્રાઇડીમોર્ફ અથવા
મેન્કોઝેબ દવાનો છંટકાવ કરવો. બીજા બે છંટકાવ ૧૨-૧૫ દિવસના અંતરે કરવા.


આ રોગને આવતો અટકાવવા વાવેતર પહેલા એક કિલો બીજ દીઠ ૩ થી ૪ ગ્રામ થાયરમ અથવા બાવિસ્ટીન અથવા મેન્કોઝેબ અથવા કેપ્ટાન જેવી ફુગનાશક દવાનો પટ આપવો. ટ્રાયકોડારમા વીરડી પાવડર વાવણીના ૩૦ દિવસે ૨.૫ કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે પિયત સાથે આપવો. સંપૂર્ણ કોહવાયેલ સેન્દ્રીય ખાતર જ વાપરવું. 



લીલી ઈયળ અને લશ્કરી ઈયળ ફોરોમેન ટ્રેપ ગોઠવવાથી તેમાં નર કીટક આકર્ષાય છે અને તેનો નાશ કરવાથી માંદા ફુદી વનધ્ધ બનતા આગળની પેઢી નો વીકાસ અટકે છે.

 લીંબોડીના મીંજનું ૫ ટકા દ્રાવણ બનાવી ત્રણ વખત છનકાવ કરવાથી પણ લીલી ઈયળના નિયંત્રણ કરી શકાય છે.આ ઉપરાંત લશકરી ઈયળ ના નિયંત્રણ માટે ક્લોરપાયરીફોસ ૨૫ મિલી દવા અથવા મીથોમાઈલ ૧૨.૫ ગ્રામ દવા ૧૦ લીટર પાણી માં ભેળવી વહેલી સવારે છનકાવ કરવો.લશ્કરી ઇયળ મોટી થાય ગઈ હોય તો એક હેકટરે જમીન પ્રમાણે ક્લોરપરીફોસ ૨૦ ઇસી 1 લીટર દવા અને ૫ કિલો ગોળ ૪ લીટર દ્રાવણ બનાવી ચોખાના ભૂંસા સાથે ભેળવી પ્રલોભીકા બનાવી છોડની બાજુમાં વેરવાથી પણ અસરકારક નિયતરણ મેળવી શકાય છે.


કાપણી માં બહુ મોડું થાય તો જમીન સુકાઈ જતાં ડોડવા વધુ અને ઉત્પાદન  ઘટશે જમીનમાં પુરતો ભેજ હોય ત્યારે પરિપક્વ મગફળીની ઉભળી  જાતો  હાથેથી તોડવી જ્યારે વેલડી,અર્ધ વેલડી જાતને કરબ મારી છોડ ભેગા કરી નાના નાના ઢગલામાં એક એક અઠવાડિયું સૂકવવા. ડોડવા ૮ ટકાથી વધુ ભેજ ના હોય ત્યારે થ્રેસરમાં નાખી ડોડવા છુટા પાડીને હાથથી સફાઈ તેમજ પવનથી ધાર આપી સાફ કરી વેચાણ માલ તૈયાર કરવો અથવા સૂકા-સ્વચ્છ સ્ટોરમાં સંગ્રહ કરવો..

MVA Agri Company
Junagadh
Contact 👉          ☎️ 
Website 👉         🌏
YouTube 👉        ▶️

Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140