રાઈ ના પાક મા માત્ર એટલું ધ્યાન રાખો અને થઈ જાવ માલામાલ

આ પાકને વધુ સેન્દ્રિય પદાર્થ 
 અને સારી  નિતાર શક્તિવાલી , મદયમ કાળી ગોરાડુ  અને રેતાળ ફર્દૃપ જમીન વધુ ઉત્પાદન માટે અનુકૂળ છે. સૂકું અને ઠંડું હવામાન વધુ અનુકૂળ છે. ચોમાસામાં પાક લીધા પછી હલની ૨ થી ૩ આડી ઉભી ખેડ કરી જમીન  સમતલ કરીને વાવણી માટે  તૈયાર કરવી


વાવણી માટે ભલામણ કરેલ
ગુજરાત રાઈ- ૧,   
ગુજરાત રાઈ-૨, 
ગુજરાત રાઈ ૩- અને 
ગુજરાત રાઈ- ૪
 જાતોનું  પ્રમાણિત બીજ વાપરવું. પરતી હેકટર ૩ થી ૩.૫ કિલો  બીજ વાપરવું. બીજ ને વાવતા પહેલા ૮ થી ૧૦ કલાક પાણીમાં ભીંજવી રાખી છાયામાં સુકવ્યા બાદ પરતિી કિલો બીજ ૩ ગ્રામ ઠાયરમ  (પારા યુકત) દવાનો પટ આપી વાવણી કરવી. બીજ દર અોછો હોવાથી એક સરખો ઉગાવો થાય એ હેતુથી બીજની સાથે રેતી અથવા ખોળ ભેળવી વાવેતર કરવું. ઓક્ટો બરના બીજા પખવાડિયામાં  દિવસે ગરમીનું પ્રમાણ ૩૦ સે. કરતા અોછું થાય ત્યારે  વાવેતર કરવું. વહેલી વાવનીથી ગરમીના કારણે છોડ બળી  javani શકયતા  છે. મોડી વાવણી થી રોગ- જીવાતનો ઉપદ્રવ  વધે છે અને પાકને પાછલી  અવસ્થાએ  વધુ તાપમાનના કારણે પ્રતિ કુળ  અસર થાય છે. વાવણી ૪૫ - ૬૦  સે.મી × ૧૦ - ૧૫ સે.મી અનુક્રમે  બે લાઈન અને બે છોડ વચ્ચે  અંતર રાખીને કરવી. પાક ૨૦-૨૫  દિવસનો થાય ત્યારે વધારાના છોડની પરાવની કરવી.


હેકટર દીઠ ૧૦ તન છાણીયું ખાતર અથવા એક ટન દિવેલી ખોળ વાવણી પહેલાં જમીનની ફરદૃપતા તથા ભેજ જાળવવા આપવો.  પર્તી હેકટર ૫૦ કિલો નાઈટ્રોજન અને ૫૦ કિલો ફોસ્ફરસ તેમજ જમીનમાં  ગંધકની ઉણપ હોય તો હેકટર ૪૦ કિલો ગંધક આપવો. નાઇટ્રોજન બે સરખા હપ્તા કરવા. જેમાં પ્રથમ હપ્તો પાયાના ખાતર તરીકે વાવણી વખતે આપવો અને બીજો હપ્તો ૩૫  થી ૪૦ દિવસે ફુલ્ડાંદી અવસ્થાએ  જમીનમાં ભેજ હોય ત્યારે આપવો. જમીનમાં લોહ અને જસતની ઉણપ હોય તો હેકટર ૧૫ કિલો ફેરેસ સલ્ફેટ અને ૮ કિલો ઝીંક સલ્ફેટ આપવું.
ઓર્ગેનિક ખાતર મા સમૃદ્ધ ગોલ્ડ સારું પરિણામ આપશે
સમૃદ્ધ ગોલ્ડ મંગાવવા ફોન ની નિશાની
 પર ટચ કરો 👉      ☎️


શરૂઆતના ૩૫ દિવસ સુધી પાકને  નિંદામણ મુકત રાખવા ૧-૨  આંતર ખેડ અને એક હાથથી નિંદામણ કરવું. મજુરોની અસત હોય અને સુકી પદ્રાથી ખેતી કરી હોય તો પ્રતિ હેકટર બાસલીન ૨૨ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળીને રાઇનું સકુરણ થાય એ  પહેલા જમીન પર સરખી રીતે છાંટવાથી નિંદણ નિયંતરણ કરી શકાય છે. રાઈના પાકમાં વાંકુબા નામના પરજીવી નીંદણ નો  ઉપ્રદવ જોવા મળે છે. જેના બીજનો ફેલાવો પવન, પાણી અને છાણીયા ખાતરથી થાય છે. વાંકુબના એક છોડમાંથી પાંચ લાખ બીજ ઉતપન્ન થાય છે. અા બીજ બે થી બાર વર્ષ સુધી જમીનમાં સુષુપ્ત અવસ્થામાં રહી શકે છે. આના નિયંત્રણ માટે ફૂલ આવ્યા પહેલા વાંકુબાના છોડ હાથથી વીણી તેનો નાશ કરવો. લાંબા ગાળે પાક ફેરબદલી કરવાથી અને પિંજર પાક તરીકે રજકો , તલ , મકાઈ , દિવેલા , મરચાનું વાવેતર કરવાથી પણ વાંકુબાનું નિયંત્રણ કરી શકાય છે. વાંકુબાના  છોડ પશુઓને ન ખવડાવવા .

રેતાળ ગોરાડુ જમીનમાં વાવણી પછી ૩-૪ પિયત ૨૧ દિવસનાં ગાળે આપવાથી સારૂ  ઉત્પાદન મળે છે. પાણીથી મરાયદિત સગવડ હોય ત્યાં પાકની કટોકટી અવસ્થાએ પિયત આપવું. જેમાં પ્રથમ પિયત દાંડી નીકળવાની અવસ્થાએ અંદાજે ૩૫ દિવસે બીજુ પિયત ફુલકાલ અવસ્થાએ ૫૦-૫૫ દિવસે અને ત્રીજું પિયત શિંગોના વિકાસ અને દાણા ભરવાની અવસ્થાએ ૭૦-૭૫ દિવસે આપવાથી ઉત્પાદન જળવાઇ રહે છે.


છોડના બધા જ ભાગો જેવા કે પાન, ડાળી , થડ અને શીંગો પર ફુગના સફેદ ડાઘ જોવા મળે છે. પાછળથી સફેદ છારીના રૂપમાં છવાઈ જાય છે. પાન સુકાઈને ખરી પડે છે. અા રોગો પાકની પાછલી અવસ્થાએ જ્યારે શિંગોનાં વિકાસ થઈ દાણા ભરવવાની અવસ્થાએ જોવા મળે છે. ભૂકિત છરાના રોગના નિયંત્રણ માટે ૩૦૦ મેશ ગાંધકની ભૂકી નો. ૨૦ કિલો પ્રતિ હેકટર મુજબ છંટકાવ કરવો. અસરકારક નિયંત્રણ માટે દર્વ્યા ગંધક ૨૫ ગ્રામ અથવા કલોરોઠેલોનીલ ૨૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજો બે છંટકાવ ૧૫ દિવસનાં અંતરે કરવો.


આ રોગથી પાનના નીચેના ભાગમાં સફેદ અને સહેજ પીળા ટપકાં જોવા મળે છે. થોડા સમય બાદ આ ટપકાં એકબીજામાં ભળી જાય છે. અને રોગીષ્ઠ પાન સુકાઈને ખરી જાય છે. આ રોગના નિયત્રંણ માટે ૨૫ ગ્રામ મેંકોઝેબ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો. રોગની તીવ્રતા વધુ હોય તો બીજો છંટકાવ ૧૫ દિવસના અંતરે કરવો.


મોલોમસી જીવાત પાનની નીચેના ભાગે રસ  સુસ્તી હોવાથી પાન પીળા પડે છે. અા જીવાતના મુખમાંથી ચીકણો રસ  ઝરવાથી પાન તડકામાં ચળકે છે અને તેના પર કાળી ફૂગના ઉપ્રદવ લીધે છોડ કાળો પડે છે. મોલોમસી ના નિયત્રંણ માટે ફોસ્ફોમિદોન ૪ મિલી અથવા રોગર ૧૦ મિલી અથવા કરબોસલ્ફનવ૧૨.૫ મિલી ૧૦ લિટર પાણીમાં  ઓગાળી છંટકાવ કરવો.


અા જીવાતને ઓળખવવા માટે તેને   અડવાથી  જ એ ગૂચલું વળીને નીચે ખરી પડે છે. અને મરી ગઈ હોય એવા ભાસ પેદા કરે છે. પાક ૧૦-૧૫ દિવસનો હોય ત્યારે આ જીવાત પાનની નીચે કાના પાડી ખાઈને નુકસાન કરે છે. સમગ્ર પાક અવસ્થા દરમિયાન અનુકૂળ વાતાવરણ મળે તો આ જીવાતની ત્રણેક પેઢીઓ જોવા મળે છે. રાઈની માખીના નિયત્રંણ માટે કવિનાલ્ફોસ ૨૦ મિલી અથવા મોટોક્રોટોફોસ ૧૦ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો અથવા ફેન્વલેરત ૦.૪ % પાવડરના હેકટર ૨૦ થી ૨૫ કિલો મુજબ છંટકાવ કરવો.


પાનમાંથી રસ  ચુસ્તી આ જીવાતના શરીર પર લાલ અને પીળા રંગના ટપકા સાથે એ કાળા રંગની હોય છે. આ જીવાતના નિયત્રંણ માટે ફોસ્ફામિદોં ૪ મિલી અથવા રોગર ૧૦ મિલી અથવા ઇમિદક્લોપ્રિદ ૧૨.૫ મિલી ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.


લીલા રંગના આ ઈયળ પાન ખાઇ જાય છે. આ ઇયલને કાબુ માં લેવા ઇન્દોકેકરબ ૨૦ મિલી અથવા ઇમામેકિતન બેન્ઝોએટ ૧૫ મિલી દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપરડવ હોય તો ૧૦ -૧૨ દિવસના અંતરે બીજો છંટકાવ કરવો.

રાઈનો પાક ૧૦૫-૧૨૦ દિવસમાં તૈયાર થાય છે. છોડની શીંગો પીળી પડે અને મુખ્ય ડાળીની શીંગો તામ્ર રંગની થાય અને પાન ખરે ત્યારે કાપણી કરવી. કાપણી સવારે કરવાથી દાણા ખરવાનો ભય ઓછો રહે છે પાકને ખલામાં ૧૦-૧૫ દિવસ સુકવ્યા બાદ થ્રે- સર  અથવા   કતરથી પગર કરી દાણા સાફ કરી વેચાણ મેટર માલ તૈયાર કરવો.

☎️ 7046611140



Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140