સરગવા ની ખેતી કરી સારી આવક મેળવવા માંગો છો?



સરગવો સામાન્ય રીતે દરેક જગ્યાએ થાય છે. રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે સેઢાપાળા ની પડતર જમીન. મધ્યમ કાળી. બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્ત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી ઝરણા ની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે ગરમ અને ભેજવાળું સમશીતોષ્ણ હવામાન ખુબજ અનુકૂળ છે. વધુ પડતી ગરમી કે ઠંડી ઝાડ ની વૃદ્ધિ અને વિકાસ ને આવરોધે છે.


સરગવી પાદરા

આ જાત વડોદરા આસપાસના વિસ્તારોમાં સરગવી તરીકે પ્રચલિત છે. તેના ઝાડ ૧૫ થી ૨૦ વર્ષનું આયુષ્ય  ધરાવતા હોય છે. સીંગોની ૩૦ થી ૪૫ સેમી હોય છે.આ સિંગો અન્ય જાતો કરતા જાડી , માવાદાર, છેડેથી બુઠ્ઠી અને ખાવામાં અતિ સ્વાદિષ્ટ હોય છે. જેમાં ઉત્પાદન પ્રતિ એકર ૧૨ થી ૧૫ ટન મળે છે. આ સીંગો ની માંગ મુંબઈ શાકમાર્કેટ અને વિદેશ માં સારી છે.

પી.કે.એમ ૧

તામિલનાડુ કૃષિ યુનવર્સિટી કૉયેમ્બતુર દ્વારા ભલામણ કરેલ જાત છે. વાવણી બાદ ૭ થી ૯ પછી સિંગો ચાલુ થાય છે. જે ૬૫ થી ૭૦ સે.મી લંબાઈ ની તેમજ ગાઢા લીલા રંગની અને મધ્યમ જાડાય ની હોય છે. અંદાજિત ૫૦ થી ૬૦ કિલો ગ્રામ ઝાડ દીઠ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. જે આ જાતની સિંગો માટે કલકતા મોટું માર્કેટ છે                                    

પી. કે. એમ.૨

આ હાઇબ્રિડ જાતમાં પાણી ની વધુ જરૂર પડે છે સિંગો નો રંગ આછો લીલો તથા લંબાઈ ૪૫ થી ૭૫ સેમી હોય છે.ઝાડ દિઠ ૩૦૦ થી ૪૦૦ સિંગો નું  ઉત્પાદન મળે છે .

રોહિત-૧

આ જાત ૧૦ વર્ષ સુધી ઉત્પાદન આપે છે. જેમાં પ્રથમ ઉત્પાદન ૬ માસ પછી આવે છે. સિંગો ૪૫-૬૦ સે.મી લાંબી હોય છે અને ઝાડ દીઠ ૩ થી ૧૦ કિલો ઉત્પાદન મળે છે.                                                               

કોંકણ રૂચિરાં

આ કોંકણ કૃષિ વિદ્યાપીઠ. દાપોલી દ્વારા તયાર કરેલ જાત છે. આ જાતની સિંગો લીલા રંગની તેમજ વધુ ગર્ભ અને ધરાવતી ૫૦ થી ૫૫ સેમી લાંબી અને સ્વાદિષ્ટ હોય છે. અંદાજિત ૪૦ કી.ગ્રા  પ્રતિ વર્ષ ઝાડ દીઠ ઉત્પાદન આપે છે.

જાફના
આ જાતની સિંગો ૭૦ થી ૯૦ સે.મી લંબાઈ ની તેમજ પોચા ગર્ભવાળી  અને સ્વાદિષ્ટ હોય છે. અંદાજિત ૪૦ કી. ગ્રા પ્રતિ ઝાડ વાર્ષિક ઉત્પાદન આપે છે.

રાતો સરગવો

આ જાત સૌરાષ્ટ્ર ના કાઠાળ વિસ્તારમાં  વધુ જોવા મળે છે. ઝાડ મધ્યમ કદના હોય છે. અને સિંગો આછા જાંબલી રંગની હોય છે.


સરગવાના રોપ ઉછેર માટે સારા નીવડેલ ઝાડની ભરાવદાર અને પરિપક્વ  સિંગો માંથી બીજ કાઢી તેને સૂકવી એપ્રીલ માસના બીજા પખવાડિયામાં નર્સરી માં ૧૦ × ૧૫ સેમી નાં માપની પ્લાસ્ટિક ની ઠેલીમાં માટી અને ખાતર નું મિશ્રણ ભરી એમાં બીજ વાવીને રોપા તયાર કરવા અને ૨૦ -૨૫ દિવસ બાદ ખેતર મા રોપણી  કરવી..


એક વર્ષ જૂના સરગવાના ઝાડના ૪૫ થી ૧૫૦ સે.મી સુધી લંબાઈ તથા ૪ થી ૧૬ સેમી સુધી  જાડાય નાં કટકા પસંદ કરવા. આ કટકા ૨ થી ૩ દીવસ છાયડામાં મૂકી રખી IBA 500 PPM ની માવજત આપી સીધા ખેતર અથવા પ્લાસ્ટિક ની કોથળી મા રોપતી વખતે ત્રીજો ભાગ કંટિગનો જમીન માં જવા દેવો ..


જમીનના પ્રકાર તથા જાત મુજબ ૩×૩  મીટર અથવા ૪×૪ મીટર અથવા ૫×૫ મીટરના અંતરે ખાડા કરી રોપણી કરવી.  દરેક ખાડામાં ૫ કિલો છાણીયા ખાતર  સાથે માટી મિશ્ર કરી ભરવી.  ચોમાસાની શરૂઆત અગાઉ એપ્રીલ-  મે  માસમાં તયાર કરેલ રોપા કે કટકા કલમને રોપી ને તરતજ પિયત આપવું જરૂરત પડે રોપાને લાકડી અથવા વાસ  નો ટેકો આપવો.

સરગવાનો પ્રથમ વર્ષ ૧૦ કિલો દેશી ખાતર,૨૦ ગ્રામ નાઈટ્રોજન, ૧૦ ગ્રામ ફોસ્ફરસ, ૧૦ ગ્રામ પોટાશ  છોડ દીઠ આપવા જ્યારે બીજા વર્ષ ૨૦ કીલો દેશી ખાતર, ૪૦ ગ્રામ નાઈટ્રોજન,૨૦ ગ્રામ ફોસ્ફરસ, અને ૨૦ ગ્રામ પોટાશ  , છોડ દીઠ આપવા. આ બાદના દરેક વર્ષ ૩૦ કીલો દેશી ખાતર, ૬૦ ગ્રામ નાઈટ્રોજન, ૩૦ ગ્રામ ફોસ્ફરસ અને ૩૦ ગ્રામ પોટાશ છોડ દીઠ આપવા. આ તમામ ખાતર બે સરખા હપ્તામાં જુલાઈ  તેમજ ઓક્ટોબર - નવેમ્બર મહિનામાં આપવા.



સરગવાને નિયમિત અને પ્રમાણસર પાણીની જરૂરિયાત રહે છે. જેમાં ઉનાળામાં ૪ થી ૬ દિવસે અને શિયાળામા ૮ થી ૧૦ દિવસે પાણી આપવું .

              સામાન્ય રીતે સરગવામાં રોગ અને જીવાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે . આંતરપાક લઈએ ત્યારે અમુક પ્રકારની જીવાતોનો ઉપદ્રવ થાય છે . જેમાં પાન ખાનાર ઈયળ મુખ્ય છે. 

શરૂઆતના તબ્બકે આ ઈયળના નિયંત્રણ માટે લીમડાના તેલ આધારિત અથવા ગૌમૂત્ર આધારિત દવાનો ઉપયોગ કરવો . વધુ ઉપદ્રવ જણાય તો રાસાયણિક દવાનો ઉપયોગ કરવો . જેમાં ટ્રાઈઝોફોસ ૧૨ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . ઘણાં ખેડુતોનો અનુભવ જણાવે છે કે સીજેન્તાની ઇકાલક્સ દવાના છટકાવથી ઈયળના નિયંત્રણમાં સારું પરિણામ મળે છે . જેમાં ૩૦૦ લીટર પાણીમાં માત્ર ૫૦ મિલી જ દવાનો ઉપયોગ કરવાની સલાહ છે .

     જમીનમાં ટ્રાઇકોડરમાનો નિયમિત ઉપયોગ કરવાથી સુકારાના રોગની સામે રક્ષણ મેળવી શકાય છે .


પ્રથમ સીધા વધતાં છોડને વધારે ડાળી ફૂટાડવા જમીનથી ૧.૫ મીટર ઊંચાઈથી કાપવા. આ બાદ દર  વર્ષે સિંગો પૂરી થયા બાદ એટલે કે મે - જૂનમાં ૩૦-૪૦ સે. મી ટોચની ડાળીઓ કાપવી. સરગવાના વૃક્ષો પુનિંગ કરી બે મીટર ઊચાઈ જેટલા રાખવા. જેથી સિંગો ઉતરતી વખતે અને અન્ય ખેતી કાર્યોમાં સફળતા રહે.

                                                                        સરગવામાં જાતો પ્રમાણે અલગ - અલગ સમયે શીંગો ઉતારવા લાયક બને છે . સરખી લંબાઈની તંદુરસ્ત , મધ્યમ જાડાઈવાળી શીંગોને અંકોડીની મદદથી ઝાડની ડાળી કે થડને નુકશાન ન થાય તેમ ઉતારવી . ગ્રેડિંગ કરી યોગ્ય કદની જૂડીઓ બનાવીને કાપડ કે પૂંઠાના બોક્ષમાં પેકિંગ કરી બજારમાં મોકલવાથી અર્થક્ષમ ભાવો મળી રહે છે .

 સરગવાની માગ ભારત સહિત સમગ્ર વિશ્વમાં વધી રહી છે . જોકે , અલગ - અલગ માર્કેટને અનુરૂપ માલ તૈયાર કરવામાં આવે તો ખેડૂતોને સારી આવક થઇ શકે . કોલકત્તાના બજારમાં પાતળી શીંગોની માગ વધારે છે અને મુંબઈમાં જાડી શીંગોની માગ વધારે છે . જયારે દક્ષિણ ભારતમાં પાતળી અને જાડી એમ બંને પ્રકારની શીંગોની માગ રહે છે . આથી બજારને અનુરૂપ શીંગોનું ગ્રેડિંગ કરવાથી વધુ ભાવ મળે છે .

You tube 

Website 

7046611140

Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140