સોયાબીન ના પાકમાં વધારે ઉત્પાદન અને સારા ભાવ લેવા ખાલી આટલું કરો

  
 સોયાબીન કઠોળ વર્ગનો પાક હોવાથી વાતાવરણમાંથી નાઈટ્રોજનનો સંગ્રહ કરીને જમીનની ફળદ્રુપતા વધારે છે . આ પાકના મૂળ ઊંડા હોઈ હળથી ૧ - ૨ ખેડ કર્યા બાદ કરબથી ૧ - ૨ ખેડ કરી જમીન સરભર બનાવવી .

 ગુજરાતમાં સોયાબીન - ૨ અને જેએસ ૩૩પનું ઉત્પાદન સારું આવે છે . ચોમાસું શરુ થતા જમીનમાં ભેજ હોય ત્યારે વાવણી કરવી . મોટાભાગે ૧૫ થી ૨૦ જુન દરમિયાન વહેલી વાવણી થઇ શકે છે . સોયાબીનના બીજના અંકુરણ માટે ૩૫ સેન્ટીગ્રડ એકદમ અનુકુળ હોય છે . પરંતુ ૧૫ સેન્ટીગડમાં પણ અંકુરણ મળે છે . જાત અને ઉગાવાના ટકાને આધારે હેકટરે ૬૦ થી ૭૦ કિલો બિયારણ જોઈએ . સોયાબીનના બીજની ઊંડી વાવણી થાય તો ફગથી કોહવાઈ જાય છે . તેનાથી બચવા બિયારણને કિલો બીજ દીઠ ૩ ગ્રામ થાયરમ કે ૨ . ૫ ગ્રામ બાવિસ્ટીન દવાનો પટ અથવા રાઈઝોબિયમ કલ્ચરનો પટ પણ આપી શકાય . ફળદ્રુપ જમીનમાં બે હાર વચ્ચે ૪૫ સે મીનું અને હલકી જમીનમાં 30 સેમીનું અંતર રાખવું . વાવણી હારમાં ઓરીને કરવી . બીજ ૩ થી ૪ સેમીથી વધારે ઊંડું ન પડે તેની કાળજી રાખવી . વધારે ઉડી કે વધારે છીછરી વાવણી કરવાથી ઉગાવો બરાબર થતો નથી .
 હેકટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર અને કમ્પોસ્ટ ખાતર આપવું . કરબથી ખેડ કરતા પહેલા ખાતર જમીનમાં સારી રીતે ફેલાવી દેવું અને કરબથી સારી રીતે ભળે એ રીતે ખેડ કરવી . સોયાબીન પાકને હેક્ટરે ૩૦ કિલો નાઈટ્રોજન અને ૩૦ કિલો ફોસ્ફરસ આપવો . આમાંથી અડધો નાઈટ્રોજન અને પૂરેપૂરો ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે વાવણી પહેલા જમીનમાં વાવણીના અંતરે ઓરીને આપવો . બાકી રહેલ નાઈટ્રોજન પાકની વાવણી કર્યા પછીના ૩૦ થી ૪૦ દિવસે નીંદણ કર્યા પછી યુરિયા ખાતરના રૂપમાં આપવું .ઓર્ગેનિક ખાતર મા સમૃદ્ધ ગોલ્ડ સારું પરિણામ આપી શકે છે 
સમૃદ્ધ ગોલ્ડ વિશે વિસ્તૃત માહિતી માટે
7046611140


 સોયાબીન ઉગ્યા પછી એક કે બે નીંદણની જરૂર પડે છે . ૧૫ - ૨૦ દિવસે પહેલું અને ૩૦ - ૪૦ દિવસે બીજુ નીંદણ જરૂરિયાત પ્રમાણે કરવું . જો વરાપ હોય તો ઉગ્યા પછી ૧૫ - ૨૦ દિવસે કરબડી અથવા અન્ય સાધનથી આંતર ખેડ કરવી .


:
- સોયાબીનમાં વાયરસથી થતો રોગ પીળો મોઝેક મુખ્યત્વે સફેદ માખીથી ફેલાય છે . તેનાથી બચવા સફેદ માખીના નિયત્રણ માટે મિથાઈલ – ઓ – ડીમેટોન ૨૫ ઈ . સી . ૧૦ મિલિ દવા ૧૦ લીટર પાણી મિશ્રણ કરી પાક ઉગ્યા પછી ત્રીજા અઠવાડિયાથી કે પછી ૧૦ - ૧૫ દિવસના અંતરે છંટકાવ કરવાથી સફેદ માખીનું નિયત્રણ થાય છે અને પાક પીળા મોઝેકથી મુક્ત રહે છે અથવા રોગિષ્ઠ છોડને જમીનમાંથી ઉખેડીને દાટી દેવો . સોયાબીનમાં ફુગથી થતા એન્ટેક્નોઝ , રસ્ટ વગેરે રોગો કોઈકવાર આવે છે . સોયાબીન છોડના ઉગાવા સમયે કોટીલીડોન પીળા રંગના જોવા મળે તો હાથથી ઉપાડીને જમીનમાં દાટી દેવો . જેથી રોગનો ફેલાવો અટકે . તેના નિયત્રણ માટે ડાયથેન એમ - ૪૫ દવાનો પાવડર ૨૫ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં દ્રાવણ બનાવી જરૂર પ્રમાણે ૧ - ૨ છંટકાવ કરવા .


-હાલમાં સોયાબીનનો પાક આપણા વિસ્તારમાં નવો હોવાથી રોગ - જીવાત વધારે જોવા મળતા નથી . પરંતુ અનુકુળ આબોહવામાં રોગ - જીવાત વધવાથી નુકસાન થઇ શકે છે . આપણા વિસ્તારમાં સોયાબીન પાક ઉગ્યા , પછી ૧૫ - ૨૦ દિવસમાં કાતરા નુકસાન શરૂ થાય તો કિવનાલફોસ ૧ . ૫ ટકા ભૂકો ૨૫ કિલો પ્રતિ હેકટરે અથવા લીબોડીના મીજના અર્કનો છંટકાવ કરવો અને ત્યાર પછી દર ૮ - ૧૦ દિવસના અંતરે જીવાતની સંખ્યા જોઈ મોનોક્રોટોફોસ ૪૫ ઈ . સી . ૧૦ મિલિ દવા ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરતા રહેવું . રોગર જેવી દવાઓ પણ વચ્ચે છંટકાવ કરી શકાય . શરૂઆતની અવસ્થામાં ઈયળોથી થતું નુકસાન કોઈવાર પાકને સંપુર્ણપણે સાફ કરી નાખે છે .


 સોયાબીનનો પાક એકાંકી પાક તરીકે અથવા ઓરાણ ડાંગર , જુવાર , નાગલી , તુવેરમાં આંતર પાક તરીકે અથવા પટ્ટીપાક તરીકે લઇ શકાય . પિયતની સગવડ હોયતો ઉનાળામાં પણ સોયાબીનનો પાક લઇ શકાય છે પરંતુ ખરીફ ઋતુ જેટલું સારું ઉત્પાદન મળતું નથી . શેરડીના પાકમાં આંતર પાક તરીકે પણ સોયાબીનનો પાક અનુકુળ જણાય છે .



 અલગ અલગ જાત પ્રમાણે સોયાબીનનો પાક ૯૦ થી ૧૧૫ દિવસે તૈયાર થઇ જાય છે . મોટાભાગના પાન પીળા પડી જાય અને શીંગો પાકી જાય ત્યારે સોયાબીનની કાપણી કરવી . કાપણીમાં મોડું થાય તો શીંગો છોડ ફાટી જાય છે અને દાણા નીચે ખરી પડે છે .

Website www.mvaagricompany.com
YouTube mva organics
Contact 7046611140

Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140