ઉનાળુ તલમાં માત્ર આટલી કાળજી રાખવાથી ઉત્પાદન થશે માલામાલ.


તલનો પાક વધુ પડતો ભેજ સહુન ન કરી રાકતો હોવાથી સારા નિતારવાળી , ગોરાડુ કે મધ્યમકાળી જમીન તલની વાવણી માટે પસંદ કરવી . ઉનાળુ તલની વાવણી માટે ઓરવાસ કરીને વરાપ થયા બાદ જમીનમાં  હળવી ખેડ કરવી .ઉનાળ સિઝન માટે ગુજરાત - ૩ જાત બિયારણની ભલામણ કરવામાં આવે છે . આ જાતનો દાણો મોટો અને સફેદ હોવાથી ભાવ સારા મળે છે . એક હેક્ટર વાવણી માટે ત્રણ કિલો બિયારણની જરૂર પડે છે . વાવતા પહેલા એક કિલો બિયારણ દીઠ ત્રણ ગ્રામ ચાયરમ અથવા કેપ્ટાન જેવી ફૂગનાશક કરવાનો પટ આપવો . તલનું બિયારણ ઝીણુ ડોવાથી રેતી સાથે મિક્સ કરીને વાવણી કરવાની પધ્ધતિ પણ ઘણાં ખેડૂતો અપનાવે

ચોમાસુ તલની સરખામણીએ ઉનાળુ તલમાં રોગ - જીવાત ઓછા આવે છે . પ્રકાશસંશલેષણ માટે પુરતો સૂર્યપ્રકાશ મળે છે અને પુષ્કળ પ્રમાણમાં મધમાખીની આવન - જાવનથી પરાગ નયનની પ્રક્રિયા સારી થવાથી બેઢા પુષ્કળ સંખ્યામાં બેસે છે . આથી ચોમાસુ તલ કરતા ઉનાળુ તલમાં ઉત્પાદન વધુ મળવાની શક્યતા વધી જાય છે . ખેડૂતોના અનુભવ કહે છે કે તલના ઉગાવા પર ઠંડીની પ્રતિકુળ અસર થાય છે . આથી તલના સારા ઉગાવા માટે લઘુતમ તાપમાન ૧૫ સે . થી વધારે હોવું જરૂરી છે . આમ દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં અને દરિયાકાંઠાથી દુરના વિસ્તારોમાં ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં તલનું વાવેતર કરવાની ભલામણ છે .

 ઉનાળુ તલમાં પ્રથમ પિયત વાવણી બાદ તરત જ આપવું અને બીજું પિયત સારા ઉગાવા માટે ૪ - ૬ દિવસમાં આપી દેવું . આ બાદ છોડ ચાર પાંદડે થાય પછી જમીનની પ્રત પ્રમાણે ૮ થી ૧૦ દિવસના અંતરે પિયત આપવું .  તલના પાકની ક્રાંતિક અવસ્થા જેવી કે કળી બંધાવી , ફૂલ બેસવા , બેઢા બંધાવા અને બીજના વિકાસ વખતે પાકને પિયતની ખેંચ ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું .


ઉનાળુ તલના વાવેતર પહેલા પ્રતિ હેક્ટર 10 ટન છાણીયુ ખાતર અને 54 કિલો ડીએપી અને 76 કિલો એમોનિયમ સલ્ફટ અને ૧૨૫ કિલો મવા ઓર્ગેનિક નું સમૃદ્ધ ગોલ્ડ જમીનમાં આપવુ .
સમૃદ્ધ ગોલ્ડ મંગાવવા ફોન કરો

પાક ઉગ્યા પછી 30થી 45 દિવસે પ્રતિ હેક્ટર 54 કિલો યુરિયા પૂર્તિ ખાતર તરીકે પિયત આવ્યા બાદ આપવુ અથવા જી પાવર નો ઉપયોગ કરવો. 
થ્રીપ્સ , તડતડિયા સહિત ચૂસિયા જીવાતોનું અસરકારક નિયંત્રણ   તલના પાકમાં ફૂલ અને બેંઢા અવસ્થાએ 2 ટકા યુરીયાનો છંટકાવ કરવાથી પાકને ફાયદો થાય છે . જમીનનો રિપોર્ટ કરાવીને જરૂર પુરતા રાસાયણિક કે ઓર્ગેનિક ખાતરોનો ઉપયોગ કરવો .

ઇયળનો વ્યાપક ઉપદ્રવ જોવા મળી રહ્યો છે . આછા લીલા રંગની આ ઇયળ શરૂઆતમાં કુમળા પાનને રેશમી તાંતણા થી જોડીને પાન ખાઇ નુકસાન પહોંચાડે છે . આ ઇયળને માથા બાંધનારી ઇયળ પણ કહેવા માં આવે છે . આ ઇથળ બેંઢા અવસ્થાએ બેઢાને કોરી ખાઇ નુકસાન પહોંચાડે છે . 
આ ઇયળના જૈવિક નિયંત્રણ માટે પ્રકાશ પીંજરનો ઉપયોગ કરવો તેમજ બીવેરીયા બેઝીયાના 5 ગ્રામ અથવા લીંબોળીના મીંજનું દ્રાવણ 5 ગ્રામ પ્રતિ 1 લીટર પાણી સાથે ભેળવી છંટકાવ કરવો . આ ઇયળના રાસાયણિક નિયંત્રણ માટે એસીફેટ 10 ગ્રામ દવા અથવા ક્વીનાલફોસ 20 મીલી દવા પ્રતિ 10 લીટર પાણીના ભેળવી

તલના પાકમાં કોકડવા ગુચ્છપર્ણનો રોગ માઇક્રોપ્લાઝા નામના સુક્ષ્મ જીવાણુથી થાય છે . તડતડીયા જીવાતથી આ રોગનો ફેલાવો થાય છે . પાન કિનારીથી નીચેની બાજુ ઢળીને કોકળાઇ જાય છે . પાન વિકૃત થઇ જાય છે અને કૂલ ઓછા બેસે છે . આ રોગના નિયંત્રણ માટે ફોસ્ફામીડોન ૩ મીલી અથવા ડાયમીથોએટ 10 મીલી દવાને 10



  તલના પાકને શરૂઆતના દોઢ મહિના સુધી નિંદણ મુક્ત રાખવો ખુબ જરૂરી છે . મજુરોની અછત હોય તો પ્રથમ પિયત બાદ એલાફ્લોર દવા દોઢ લિટર પ્રતિ હેક્ટરના - પ્રમાણે આપવી . જેમાં 10 લિટર પાણીમાં 60 મીલી દવા પ્રમાણે આપવી . આ બાદ - તલ ઉગ્યા બાદ 15 દિવસે ઉભા પાકમાં કિવઝાલોફોપ દવાનો પ્રતિ 1 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે નિંદામણ ઉપર છંટકાવ કરવો .  તલ ઉગ્યા બાદ 15થી 20 દિવસે બે છોડ - વચ્ચે 10 સેમી અંતર રાખીને પારવણી કરવી . જેથી છોડની હવા , પ્રકાશ , ભેજ પુરતા પ્રમાણમાં મળી રહે .


વધુ માહિતી માટે 

Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140