એરંડા (દિવેલા) ની આ રીતે કરો માવજત માલામાલ થઇ જશો

દિવેલાના પાકને સારી નિતારવાળી મધ્યમ કાળી,ગોરાડુ,રેતાળ જમીન વધુ માફક આવે છે પાણી ભરાઈ રહે તેવી જમીન માફક આવતી નથી તેમજ ક્ષારીય જમીન પણ ઓછી માફક આવે છે જો કે ઓછી થી મધ્યમ અમલિય જમીનમાં આ પાક લઈ શકાય છે પાણીની ખેંચ સામે પ્રતિકારક શક્તિ ધરાવતો હોય તેની ખેતી બીનપીયત પાક તરીકે સૂકા વિસ્તાર. માં પણ કરવામાં આવે છે દિવેલાના પાકને હવામાનમાં ભેજ ઓછો માફક આવે છે.આ પાક વધુ પડતી ઠંડી અને હીમ સહન કરી શકતો નથી ઠંડી માં કારણે બીજનો ઉગાવો ઓછો તેમજ વધુ દિવસ ની જરૂરિયાત રહે છે અને વિકાસ અટકે છે વધુ ગરમીને કારણે ફૂલ ને નુકશાન થાય છે તેમજ નર ફૂલનું પ્રમાણ વધતાં ઉત્પાદન ઘટે છે જીવનકાળ દરમિયાન ૫૦૦ થી ૬૦૦ મીમી વરસાદની જરૂરિયાત રહે છે આ પાક માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી એક હળ ની અને બે થી ત્રણ કરબની ખેડ કરી સમાર મારી જમીન સમતળ કરી ચોકડી પડી વાવેતર કરવું


પિયત દિવેલની વાવણી માટે ભલામણ કરેલ jisiaech-૭ જાતોના પ્રમાણિક બીજ વાપરવું.જેમાં jisiaech-૭ જાત સુકરા તથા કૃમિ પ્રત્યે પ્રતિકારક શક્તિ ધરાવે છે. બીનપિયત દિવેલા ની વાવણી માટે ભલામણ કરેલ જીસીએચ-૨ અને જીસીએચ-૬ જાતોના પ્રમાણિક બીજનો ઉપયોગ કરવો વાવણી પહેલાં પ્રતિ એક કિલો બીજને ફુગનાશાક દવા થાયરમ ૩ગ્રામ અથવા બાવિસ્તીન ૧ ગ્રામ નો પટ આપવો જીસીએચ-૨ અનેજીસીએચ -૪ જાતોની વાવણી ૧૫ ઓગસ્ટ આસપાસ ૧૨૦×૬૦ સેમી અંતરે કરવી બિનપિયત દિવેલા ની વાવણી વરસાદ થયેથી જુલાઈ માસના બીજા પખવાડિયા સુધી ૯૦ થી ૬૦ સેમી અંતરે કરવી ખેતરમાં છોડની સંખ્યા જળવાય રહે તે વધુ ઉત્પાદન માટે અતિ આવશ્યક છે. સામાન્ય રીતે વાવણી હાથથી થાણીને કરવામાં આવે છે. આ પદ્ધતિ માં હેકટરે ૬ કિલો બીજ પૂરતું છે હાથથી થાણીને કરવામાં આવે ત્યારે ૨ થી ૩ બીજ એક થાણા દીઠ મૂકવું જરૂરી છે કારણ કે બીજનો ઓછો ઉગાવો થાય ત્યારે છોડની સંખ્યા જળવાય રહે એક થી વધુ બીજ ઊગે ત્યારે નબળા છોડને કાઢી નાખી થાણા દીઠ એક છોડ રાખી પરવવું અતિ આવશ્યક છે.દિવેલાના બીજ ૧૦ થી ૧૨ દિવસે ઉગી જાય છે તેથી ખાલા પડે તો તરત બીજ મૂકી ખાલા પૂરવા દિવેલા પાકની બે હાર વચ્ચે આંતર પાક તરીકે તલ અને મગફળી જેવા તેલીબિયાં ના પકો અથવા મગ,ચોળા,અડદ,જેવા કઠોળ પાકો લઈ શકાય છે.


જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે હેકટર દીઠ ૧૦ ટન છાણીયું ખાતર કે એક ટન દિવેલી ખોળ આપવો આ બંને ન મળી શકે તો જૂનમાં ગુવાર કે શણનો લીલો પડવાશ કરવો અને સમૃદ્ધ ગોલ્ડ નો વપરાશ કરવો

 દિવેલા ના પાક માટે કુલ ૧૨૦ કિલો નાઈટ્રોજન તથા ૨૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટર આપવું તેમાંથી ૪૦કિલો નાઈટ્રોજન તથા ૨૫ કિલો ફોસ્ફરસ પ્રતિ હેકટર પાયાના ખાતરના રૂપમાં ચાસમાં ૭ થી ૮ સેમી ઊંડે આપવું બાકીનો ૮૦ કિલો નાઈટ્રોજન ૪૦-૫૦ દિવસે અને ૭૦-૮૦ દિવસે સરખા બેહપ્તમાં આપવું જીસીએચ ૭ જાત સુકારા સામે પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાત છે.આ જાતના સારા વિકાસ માટે કુલ ૧૮૦ કિલો નાઈટ્રોજન ૩૭.૫ કિલો ફોસ્ફરસ અને ૨૦ કિલો પોટાશ પ્રતિ હેકટર આપવા નાઈટ્રોજન ચાર સરખા હપ્તામાં પ્રથમ હપ્તો વાવણી વખતે પાયાના ખાતર તરીકે બાકીના ત્રણ હપ્તા ૪૫,૭૫,૧૦૫ દિવસે આપવા જમીન. માં ભેજ હોય ત્યારે આપવાથી વધારે ઉત્પાદન મળે છે.જમીન સલ્ફર ની ઉણપ હોય તો હેકટર ૨૦ કિલો સલ્ફર (૧૨૫ કિલો જજિપસમ ના  રૂપમાં ) આપવું જમીન ચકાસણી બાદ લોહ અને જસત ની ઉણપ જણાય તો હેકટર ૧૫ કિલો ફેરસ સલ્ફેટ અને ૮ કિલો ઝીંક સલ્ફેટ આપવું


પાકને જીવનકાળ દરમિયાન જમીનની પ્રત અને ભેજ સંગ્રહ શક્તિ મુજબ પિયત આપવાથી ફાયદો થાય છે વરસાદ નિયમિત અને સારો હોય તો ચોમાસા દરમિયાન પિયત આપવાની જરૂર રહેતી નથી વરસાદ બંધ થાય પછી ૨૦ દિવસે અને ત્યાર બાદ ૧૫ થી ૨૦ દિવસના ગાળે પિયત આપવું જોઈએ વરસાદ અનિયમિત હોય તો ચોમાસા દરમિયાન પાણી આપવું જોઈએ  કારણ કે જમીનમાં વધુ પડતી ગરમીને લીધે મૂળ ના કોહવારાનો રોગ આવવાની શક્યતા રહે છે પાકને જીવનકાળ દરમિયાન જમીનની ૭થી ૮ પિયત આપવાથી આર્થિક રીતે વધુ ફાયદો થાય છે જેમાં પ્રથમ ૪ પિયત ૨૦ દિવસ. ના ગાળે આપવા જો એકજ પિયત આપી શકાય એમ હોય તો વાવણી બાદ ૭૫ માં દિવસે આપવું પાણી ની અછત વાળા વિસ્તાર. માં ટપક સિંચાઇ પદ્ધતિ થી પિયત આપવાથી ૨૪% પાણી બચે છે તથા ૩૬% વધુ ઉત્પાદન મળે છે આ પદ્ધતિ થી આંતર દિવસે ઓકટો- નવે માસમાં ૪૦ મિનિટ તથા ડિસેમ્બર માસમાં ૩૦ મિનિટ પાણી આપવું


દિવેલા પાકના શરૂઆતના ૨૦ થી ૭૦ દિવસ દરમ્યાન પાકની નિંદણ સાથે ની હરીફાઈ ને લીધે આશરે ૩૦% જેટલું ઉત્પાદન ઘટે છે તેથી આ સમય દરમ્યાન ૨ થી૩ આંતર ખેડ અને એકથી બે નિંદણ કરી પાકને નિંદનમુક્ત રાખવો દિવેલામાં ૫૦ દિવસ પછી માળો આવે છે એટલે ત્યાર પછી આંતર ખેડ કરવી નહિ પણ નિંદનનાશક દવાઓ જેવી. કે પેન્ડીમીથલીન અથવા ફળ્યુક્લોરાલીન વાવણી બાદ બીજા દિવસે છાંટવી


આ ઈયળના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૧૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . દવા દોડવાની માળ પર સરખી રીતે છંટાય તેનું ધ્યાન રાખવું . આ ઉપરાંત ઈમામેકટીન બેન્ઝોએટ દવા અથવા કવીનાલફોસ ભૂકી રપ કિલો પ્રતિ હેકટર ઉડાડવાથી સારું પરિણામ મળે છે .


આ જીવાતથી નુકશાનવાળા પાન વીણી તેનો નાશ કરવો . મોનોક્રોટોફોસ ૧૦ મિલી અથવા ડાયકલોરવોશ ૫ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો . ઉપદ્રવ વધારે હોય તો સાયપરમેથ્રીન ૫ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો .


દિવેલાના પાન પર સમુહમાં મુકેલ ઈંડા અને ઈયળોનો પાન તોડી નાશ કરવો .પ્રકાશ પિંજર અને હેકટરે ૬ ફેરોમેન ટ્રેપની મદદથી પુખ્ત કીટકનો નાશ કરવો .કલોરપાયરીફોસ ૨૫ મિલી દવા અથવા ક્વીનાલફોસ ૨૦ મિલી દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો .જો ઈયળ મોટી થઇ ગઈ હોય તો કોઈ પણ એક દવામાં ડાયકલોરવોશ ૫ મિલી ભેળવવી .જરૂર જણાય તો બીજો છંટકાવ ૧૫ દિવસ પછી કરવો .


આ પ્રકારની ચુસિયા જીવાતોના નિયંત્રણ માટે મોનોક્રોટોફોસ ૧૫ મીલી અથવા ઈમામેકટીન બેન્ઝોએટ અથવા ઈથીઓન ૧૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો . આ ઉપરાંત લીબોડીનું તેલ ૫૦ મીલી અને ડીટરજન્ટ પાવડર ૧૦ ગ્રામ સાથે ૧૦ લીટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવાથી પણ નિયંત્રણ થાય છે . ઉપદ્રવ વધારે હોય તો ઈમીડાક્લોપ્રીડ ૫ મિલી અથવા થાયામેથોક્ઝામ ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું પરિણામ મળે છે .
 

ધોડીયા ઈયળ પાન ખાઈને નુકશાન પહોચાડે છે . ઉપદ્રવ વધારે હોય તે આ ઈયળ પાન ખાઈ ગયા બાદ એરંડાની કુમળી લૂમને પણ નુકશાન પહોચાડે છે . આ ઈયળના નિયંત્રણ માટે કવીનાલફોસ ૨૦ મીલી અથવા કલોરપાયરીફોસ ૨૦ મીલી અથવા ૧૦ - લીટર પાણીમાં ઓગાળી ૧૫ દિવસના અંતરે - બે છંટકાવ કરવા . બધા જ પાન પર દવા પડે એ રીતે છંટકાવ કરવાની વિવિધ કૃષિ યુનિવર્સીટીઓની ભલામણ છે . | નિષ્ણાતની સલાહ | | . - નવસારી કૃષિ યુનિવર્સીટીના કઠોળ અને દિવેલા સંશોધન કેન્દ્રના ડૉ . વિનય પટેલે જણાવ્યું કે ' એરંડાનું વાવેતર વહેલું કરવામાં આવ્યું હોય ત્યારે ધોડિયા ઈયળનો ઉપદ્રવ વધી શકે છે . જુન - જુલાઈમાં એ ઈંડા મુકે છે અને પાક પર એનો ઉપદ્રવ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં વધુ જોવા મળે છે . આ ઈયળના નિયંત્રણ માટે ૧૫ મિલી ડાયમિથોએટ દવાને - ૧૦ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાની અમારી ભલામણ છે ' .

ગુજરાતમાં દિવેલના પાકમાં ફ્યુઝેરીયમ પ્રકારની ફુગથી સુકારાનો રોગ થાય છે . જયારે વરસાદ ખેંચાય અને પિયત ન આપી શકાય તો મેક્રોફોમી પ્રકારની ફુગથી મૂળના કોહવારાનો રોગ થાય છે . ઉભા પાકમાં આ બંને રોગના લક્ષણ પાકમાં જોવા મળે તો રોગીષ્ઠ છોડને ખેતરમાંથી ઉખેડી તેનો નાશ કરવો . પાકને આ રોગોથી બચાવવા જમીન તેયારી અને વાવેતર સમયે જ પગલા લેવા જરૂરી છે . જેમાં ઉનાળામાં ઊંડી ખેડ કરી ખેતર તપવા દેવું . ત્રણ વર્ષે પાક ફેરબદલી કરવી . ટ્રાઇકોડરમાં વીરડી ફૂગ હેક્ટરે ૨ . ૫ કિલો આપવી . પાણી ભરાઈ રહેતું હોય એ ખેતરમાં દિવેલાનું વાવેતર ન કરવું . બિયારણને ફૂગનાશક દવા જેવી કે બાવીસ્ટીક ૧ ગ્રામ દવા પ્રતિ કિલો બીજદીઠ પટ આપીને વાવણી કરવી . રોગપ્રતિકારક બિયારણની જાતો જેવી કે જીસીએચ - ૫ , ૬ કે ૭નું વાવેતર કરવું , વરસાદ ઓછો હોય અને ઓક્ટોબર મહિનામાં ગરમી વધી જાય તો શક્ય હોય તો પિયત આપવું .

વાવણી૧૧૦ - ૧૧૫ દિવસે મુખ્ય માળ પીળી પડી એમાં અંદાજે ૨૫ ટકા છોડની માળો પીળી પડે અને અંદાજીત ૨૫ ટકા ડોડવા પાકી જાય ત્યારે સમયસર લણની - કાપણી કરવી . સમયસર કરવાથી છોડમાં નવી માળો ઝડપથી ફૂટે છે અને બે કાપણી વધુ થાય છે . કાપણી મોડી કરતા ગાંગડા ખરી પડે છે તથા નવી માળો ફુટવામાં વિલંબ થતાં ઉત્પાદન ઘટે છે . દિવેલાની ૫ - ૬ કાપણી ચાર માસ સુધી ચાલે છે . કાપેલી માળોને ખળામાં સૂર્યપ્રકાશમાં તપવી દિવેલાના ઘેસરથી દાણા સાફ કરી ઉત્પાદન વેચાણ માટે તૈયાર કરવા .

Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140