ડુંગરી ની ખેતી વિશે ની વિગતવાર માહિતી

જમીન અને આબોહવા ડુંગળીના પાકને ઠંડુ અને સુકુ હવામાન માફક આવે છે. છોડના શરૂઆતના વાનસ્પતિક વિકાસ માટે 18 થી 24 સે. તાપમાન અને ત્યારબાદ કંદના વિકાસ માટે 15 થી 25 સે. સુધીનું તાપમાન અનુકુળ આવે છે. ડુંગળીના પાકને પોટાશ તત્વ ધરાવતી ગોરાડુ-બેસર, મધ્યમ કાળી અથવા કાળી જમીન અનુકુળ આવે છે. જમીન પોષકતત્વોથી ભરપુર હોવી જોઇએ. હલકી તેમજ ઓછી નિતારશક્તિ ધરાવતી જમીન આ પાકને અનુકુળ આવતી નથી. સુધારેલી જાતો શિયાળુ ખેતીમાં લાલ ડુંગળી માટે પીળી પત્તી જુનાગઢ લોકલ, તળાજા લોકલ, એગ્રીફાઉન્ડ લાઇટ રેડ સહિતની જાતો પ્રચલિત છે. જ્યારે સફેદ ડુંગળીમાં પુસા વ્હાઇટ ફ્લેટ-131, ગુજરાત સફેદ ડુંગળી-1 સહિતની જાતો પ્રચલિત છે. જ્યારે ચોમાસુ વાવણી માટે નાસિક-53, એગ્રી ફાઉન્ડ ડાર્ક રેડ સહિતની જાત પ્રચલિત છે. ધરૂવાડીયાની માવજત પ્રતિ એક હેક્ટર ડુંગળીના વાવેતર માટે 4થી 5 ગુંઠા જમીનમાં ધરૂવાડીયુ બનાવવું પડે છે. એક હેકટરનું ધરૂવાડીયુ હોય તો 8થી 10 કિલો બિયારણની જરૂર પડે છે.| શિયાળુ ડુંગળી માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં અને ચોમાસુ ડુંગળી માટે મે-જુન મહિનામાં ધરૂવાડીયામાં વાવણી કરવી. ...