કોરોના પેલા ભારતમાં આવેલ રોગ

મરકી નો રોગ"( 90 વર્ષના વયોવૃદ્ધ વડીલ પાસેથી સાંભળેલી વાત)
આ મરકીના રોગે 1855 થી 1918 સુધી સમગ્ર વિશ્વ ની સાથે સાથે ભારતમાં કાળો કેર વર્તાવ્યો હતો
-મરકી રોગની અસર આમ તો વર્ષો સુધી રહી હતી પણ
ભારતમાં સૌથી વધારે ગંભીર અસર ઇ.સ.1877 થી 1889 અને 1896 થી 1918ના સમય ગાળામાં એટલે કે આ મરકી રોગે બે વખત ભારતને ભરડામાં લીધું હતું
-મરકી રોગ ની ભયાનકતા એટલી હતી કે કુટુંબના કુટુંબ ખાલી થઈ ગયા હતા-કોઈક પરિવારમાં તો લાશને કાંધ આપવા માટે પણ કોઈ જીવિત નહોતું રહ્યું
-એ વખતે સૌથી ખરાબ હાલત ગામડામાં થઈ હતી,કોઈ સગવડ કે આરોગ્ય સંસાધનો હતા જ નહિ,નાના નાના ઝૂંપડા જેવા મકાનોમાં લોકો રહેતા હતા,ગામડાની મોટા ભાગની વસ્તી ગામમાં જ રહેતી હતી
-ગામમાં અગ્રણી તરીકે મુખી,પાહેંતા ને પટેલ હતા જે રાજના માણસો કહેવાતા હતા,અને ગામના તમામ કરતા-હરતા તેઓ જ હતા
-મરકીમાં મૃત્યુ પામેલાઓના પરિવારને રાજ તરફ થી 4 આના ની મદદ આપવામાં આવતી હતી
-મરકી રોગમાં મૃત્યુ પામેલા માણસના મૃતદેહ ને હાથ થી અડવા થી કે તેની એકદમ નજીક જવાથી આ મરકી રોગ જે તે વ્યક્તિ ને લાગુ પડી જતો...એટલે સૌથી કપરું કામ....આ હતું
-મૃતદેહને ઘરમાંથી બહાર કાઢી ને ગાડાં ઉપર ચડાવી ને સ્મશાને પહોંચાડવાનું કામ સૌથી અઘરૂં હતું એટલે મોટા વાંસના લાકડામાં દોરડાનો ગાળીયો કરીને ઘરની બહાર ખેંચીને કોથળા ઉપર મૃત શરીરને રાખવામાં આવતું,પછી મોટા વાંસના લાકડાનો નીચે ટેકો ભરાવી ને મૃતદેહને ગાડા ઉપર ચડાવવામાં આવતો.
ગાડાને હાંકનાર ને અસર ના થાય એટલે ગાડાના આગળના ભાગે બે લાકડા બાંધી ને આડા કોથળા અને અન્ય કાપડ બાંધી દેવામાં આવતા હતા
-આમ મૃત્યુ પામેલા માણસ ને સ્મશાને લઈ જવા માટે બળદગાડાં નો ઉપયોગ કરવમાં આવતો હતો,ગામના કોઈક કોઈક નીડર સેવાભાવી લોકો ગાડાં લઈને ને આ મૃતદેહોને સ્મશાને પહોંચાડતા હતા
-કહેવાય છે કે એ વખતે માન્યતા એવી બંધાઈ ગઈ હતી કે બધા થી અલગ જંગલ-ઝાડીમાં એકલા રહેતા હોય એને મરકી રોગ ની અસર નહિ થાય એટલે ગામડામાં રહેતા મોટાભાગના લોકો પોતાનો જીવ બચાવવા -સીમ વિસ્તાર અને જંગલ વિસ્તારમાં પલાયન કરી ગયા હતા ત્યાં નાના નાના ઝુંપડા બનાવી ને રહેતા-એ પછી વાડી વિસ્તારમાં રહેવાની શરૂઆત થઈ હતી
જે તે રાજના માણસો ગામમાં આવતા અને ગામના પાહેંતાં અને ગામના મુખી-પટેલો પાસેથી માહિતી મેળવતા અને મૃતદેહોના નિકાલની વ્યવસ્થા અને બચી ગયેલા માણસો ને ચાર આના એટલે કે એક પાવલીની મદદ આપવામાં આવતી હતી એને"ખર્ચી"કહેવામાં આવતી હતી
અંતે જે અમુક આખા પરિવારના મૃતદેહો જે તે મકાનમાં રહીને ગયા હતા તેને જે તે મકાન ની અંદર જ ઉપરના ભાગે થી લાકડા અને છાંણાં નાખીને અગ્નિદાહ આપી દેવામાં આવ્યા હતા
-દ્વારકા વિસ્તારમાં આ મરકી રોગ ની સૌથી ગંભીર હાલત અને સૌથી વધુ મરણ....ભોગાત ગામમાં થયા હતા..આ ભોગાત ગામામાં કાયમી રાજનું થાણું હતું અને બારાડી વિસ્તારના તમામ ગામોના કરવેરા નો કારોબાર અને અન્ય રાજના કામ માટે ભોગાત ગામને એક નાનું મથક બનાવવામાં આવ્યું હતું એટલે ત્યાં જે તે વખતે વસ્તી વધુ હતી..! 
ભોગાત ગામની જે તે વખતની વસ્તીને સરખામણી થી હાલની વસ્તી ખરેખર બહુ ઓછી લાગે છે (મરકી ને હિસાબે )
-સમય જતાં જતાં ઉંદર અને ખીચકોલી,ચાંચડ અને માંકડમાં આ મરકી રોગ નું સંક્રમણ થવા લાગ્યું..અને આ મરકી રોગે ઇ.સ.1897 ની આસપાસ અલગ પ્રકારના મરકી (પ્લેગ) એ જીવલેણ તાવનું રૂપ લઈ લીધું,
-ઉલ્ટીનો એક જ કોગળો થતો અને માણસ નું મોત થઈ જતું એટલે આ રોગ ને કોગળીયો રોગ પણ કહેવામાં આવતો હતો
ઉંદર,ચાંચલ,માંકડ કરડવાથી માણસને જીવલેણ રોગનો ભોગ બનીને ટપોટપ મૃત્યુ પામતા હતા.જેને બાદમાં પ્લેગ રોગ પણ કહેવમાં આવ્યો હતો જેની ભયંકર અસર ઇ.સ.1918 સુધી રહી હતી
-1905માં દર અઠવાડિયે 35 હજાર માનવ મરણ થતા હતા જે સિલસિલો ઓછો-વધુ લગાતાર 1918 ચાલતો રહ્યો હતો
-મરકી ને બ્લેક ડેથ અને કોગળીયો રોગ પણ કહેવામાં આવતો હતો
-મરકીના રોગ ની મહામારીએ ભારતના ભૂંડા હાલ કરી નાખ્યા હતા
એ વખતે આ મરકીનો રોગ મૂળ ચીનમાંથી જ પ્રગટ્યો હતો અને આખા એશિયા, આફ્રિકા અને યુરોપને પોતાના સકંજામા લઈ લીધા હતા. ચીને પોતાના લગભગ અડધા ભાગની વસતી ગુમાવી હતી. યુરોપે પણ ત્રીજાભાગની વસતી ગુમાવી હતી. મૃતાંકની દ્રષ્ટિએ મરકી ઈતિહાસનો સૌથી ખતરનાક રોગ સાબિત થયો હતો,
-ભારત અને ચીનમાં 1.20 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા
-આ મરકી રોગના મુખ્ય મુદ્દાઓ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને અહીં રાખવામાં આવ્યા છે
જેથી કરીને હાલની આફતની ગંભીરતા સમજી ને જવાબદારી નું પાલન કરી શકીએ
-90 વર્ષના વડીલ વયોવૃદ્ધ પાસેથી સાંભળેલી સત્ય વાત.. છે..તેઓશ્રીના ભાભા એટલે કે તેના પિતાજીના મોટાભાઈ આ મરકી રોગમાં અવસાન પામેલા એટલે આ મરકી રોગની તમામ વિગત તેમના વડીલો પાસે થી તથ્ય સાથે નજીકથી સાંભળેલી છે
મરકી રોગનો સમયગાળો નહિવત જ ઓછો-વધારે હોય શકે બાકી વૃદ્ધ વડીલ પાસે થી જે સત્ય સાંભળ્યુ અને જાણ્યું એનું અડધાથી પણ ઓછું અહીં લખ્યું છે એટલે કે જેટલી વાતો સાંભળી ને જાણી એ બધી વાત નો અહીં સમાવેશ થઈ શકે તેમ નથી
અંતઃ 
ક્યાંથી આવ્યો કાળ,બની ને કોરના તું અતિ વિકરાળ।।
ધમરોળા ને પાડી તેં ધાડ,ભરખવાને માં ભારતીના બાળ।।

Comments

Popular posts from this blog

દાડમ ની વૈજ્ઞાનિક ખેતી

આ રીતે કરો તરબૂચ ની ખેતી અઢળક રૂપિયા મળશે

કપાસના પાક વિશે ની વીસ્તૃત માહિતી. 🌏 www.mvaagricompany.com ▶️ https://www.youtube.com/channel/UCLH0ySy_RRb505LBhhttHLA ☎️ 7046611140 / 7048811140