Posts

Showing posts from June, 2020

મગફળી નું ઉત્પાદન કરતા ખેડુતો માટે સારા સમાચાર

Image
મગફળી નું ઉત્પાદન કરતાં ખેડુતો માટે સારા સમાચાર આપણે વર્ષો થી મગફળી ની ખેતી  કરીએ છીએ......🌱🌿🥜 અને દર વર્ષે મગફળી ની છેલ્લી અવસ્થા દરમ્યાન મગફળી માં સફેદ રંગ ની ફૂગ (Sclerotium rolfsii ) થડ ના ભાગ માં અને દોડવા પર જોવા મળે છે.  અને આખે આખો છોડ સુકાઈ જાય છે. અને ડોડવા બગડી જાય છે. આમ , આ  ફૂગ છેલ્લી ઘડીએ આપણા મોઢા માં થી તૈયાર કોળિયો છીનવી લે છે. ☘️ આ સફેદ ફૂગ ના નિયંત્રણ માટે આપણે ઘણી મોંઘા ભાવ ની રસાયણિક દવા પણ છટકાવ કરીએ છીએ...  પરંતુ તેનું કોઈ અસરકારક પરિણામ મળતું નથી આ આપણો સહુ નો અનુભવ પણ છે.🤒☹️ 🤔 તો પછી કરવું શું ❓❓❓ આ પ્રશ્ન નો એક જ સરળ જવાબ છે ...  તે જવાબ એટલે #ટ્રાઇકોડર્માં_વિરીડી અથવા #ટ્રાઇકોડર્મા_હાર્જનિયમ ♻️ આ ટ્રાઇકોડર્માં એક પ્રકાર ની ફૂગ છે જે સફેદ ફૂગ ને પોતાનો ખોરાક બનાવી સફેદ ફૂગ નો ખાત્મો કરે છે.  🔖 માટે જો #સમયસર ટ્રાઇકોડર્માં નો ઉપયોગ આપણા ખેતર માં કરવા માં આવે તો સફેદ ફૂગ આવતી નથી  👉🏾 અહીંયા #સમયસર શબ્દ અતિ મહત્વ નો છે કારણ કે જો ટ્રાઇકોડર્માં મગફળી માં સફેદ ફૂગ આવે તે પહેલાં નાખી દેવા માં આવે તો જ સફેદ ફૂગ ન...