કોરોના પેલા ભારતમાં આવેલ રોગ
મરકી નો રોગ"( 90 વર્ષના વયોવૃદ્ધ વડીલ પાસેથી સાંભળેલી વાત) આ મરકીના રોગે 1855 થી 1918 સુધી સમગ્ર વિશ્વ ની સાથે સાથે ભારતમાં કાળો કેર વર્તાવ્યો હતો -મરકી રોગની અસર આમ તો વર્ષો સુધી રહી હતી પણ ભારતમાં સૌથી વધારે ગંભીર અસર ઇ.સ.1877 થી 1889 અને 1896 થી 1918ના સમય ગાળામાં એટલે કે આ મરકી રોગે બે વખત ભારતને ભરડામાં લીધું હતું -મરકી રોગ ની ભયાનકતા એટલી હતી કે કુટુંબના કુટુંબ ખાલી થઈ ગયા હતા-કોઈક પરિવારમાં તો લાશને કાંધ આપવા માટે પણ કોઈ જીવિત નહોતું રહ્યું -એ વખતે સૌથી ખરાબ હાલત ગામડામાં થઈ હતી,કોઈ સગવડ કે આરોગ્ય સંસાધનો હતા જ નહિ,નાના નાના ઝૂંપડા જેવા મકાનોમાં લોકો રહેતા હતા,ગામડાની મોટા ભાગની વસ્તી ગામમાં જ રહેતી હતી -ગામમાં અગ્રણી તરીકે મુખી,પાહેંતા ને પટેલ હતા જે રાજના માણસો કહેવાતા હતા,અને ગામના તમામ કરતા-હરતા તેઓ જ હતા -મરકીમાં મૃત્યુ પામેલાઓના પરિવારને રાજ તરફ થી 4 આના ની મદદ આપવામાં આવતી હતી -મરકી રોગમાં મૃત્યુ પામેલા માણસના મૃતદેહ ને હાથ થી અડવા થી કે તેની એકદમ નજીક જવાથી આ મરકી રોગ જે તે વ્યક્તિ ને લાગુ પડી જતો...એટલે સૌથી કપરું કામ....આ હતું -મૃતદેહને ઘરમાંથી બહાર કાઢી ને ગાડાં...